August 3rd 2017
..
..
. .પવિત્ર ગુરૂવાર
તાઃ૩/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ જીવનનીરાહ મળે જીવને,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ મેળવાય
મળેલ જીવને માનવદેહ અવનીએ,અનેક સંબંધે જીવોના કર્મથી સ્પર્શીજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
સમયની સાંકળ એ અવનીએ મળે,જે જીવને મળેલ કૃપાએ અનુભવ થાય
પવિત્ર શ્રાવણ માસ એ હિંદુધર્મની રાહ,જે સત્કર્મથી જ જીવનમાં મેળવાય
સંત જલારામની ચિંધેલ આંગળી જીવોને,અન્નદાનથીજ પ્રભુકૃપા મળી જાય
પવિત્ર રાહે રહીને જીવતા પત્ની વિરબાઈ,સંસ્કાર સંગે પ્રભુને ભગાડી જાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
ગુરૂવાર પવિત્રદીવસ છેઅવનીપર,શ્રધ્ધાભક્તિએ જીવને સુખશાંંતિ મળીજાય
શેરડીમાં લીધેલ દેહ પરમાત્માએ સાંઇબાબાનો,જીવને પવિત્રમાર્ગે દોરી જાય
હિંદુમુસ્લીમ ધર્મને અભિમાનથી દુર રાખવા,માનવી તરીકે જીવન જીવી જાવ
નાકોઇ નિમિત બનેછે બાબાનાજન્મે,ને દેહ અંતે જમીનમાં વીલીન થઈજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
===========================================================
No comments yet.