May 13th 2019
.....
.....
. .ૐ નમઃ શિવાય
તાઃ૧૩/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની જ્યોત પ્રગટે અવનીપર,જે અનંતશાંંતિ આપી જાય
ૐ નમઃશિવાયનુ પવિત્ર શ્રધ્ધા ભાવથી,સ્મરણ કરી સોમવારે પુંજા થાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર છે,એ માતા પાર્વતીના પતિદેવ કહેવાય
શ્રધ્ધા ભાવથી સોમવારે શિવલિંગ પર,વંદન કરી દુધ અર્ચના કરાઈ જાય
મળેલ માનવદેહને સંબંધ છે જીવનો,જે કરેલકર્મના સંબંધને સાચવી જાય
માનવતાની મહેંકપ્રસરે દેહથી,જે નિર્મળ જીવનસંગે અનંતપ્રેમ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ૐ ત્રંબકંમ યજામહેના સ્મરણસંગે,અર્ચના કરતા પાવનરાહ જીવને મળીજાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિશાળી,પરમાત્મા શ્રી ભોલેનાથ પણ કહેવાય
બમ બમ ભોલે મહાદેવ હરનુ સ્મરણ કરતાં,જીવને પવિત્રરાહે એદોરી જાય
ગજાનંદ ગણપતિના એવ્હાલા પિતા,સંગે કાર્તિકભાઈનાય પિતા એ કહેવાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ત્રિશુળ ધારી છે જગતપર અવિનાશી,જે દુષ્કર્મથી જીવને એ બચાવી જાય
કૃપા મળે દેહને શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ પણ મળી જાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવનેજન્મમરણના બંધનથી બચાવી જાય
અદભુત કૃપા મળે જીવને જે મળેલ દેહને,જીવનમાં પાવનરાહ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
============================================================
No comments yet.