May 21st 2019

આંગણે પધારો

.            .આંગણે પધારો 

તાઃ૨૧/૫/૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ પિતા ભોલેનાથના લાડલા,ગૌરીનેંદન શ્રી ગણેશજી કહેવાય 
માતાપિતાનો ભક્તિપ્રેમ પકડી,આંગણે પધારે જ્યાં શ્રધ્ધાએ પુંજન થાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
પવિત્ર સવારનો સંગાથમળે અવનીપર,જ્યાં સુર્યનારાયણનુ આગમનથાય
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતાં જીવનમાં,પરમાત્માની પાવનકૃપા મળી જાય
કળીયુગની ના કોઇજ કેડી મળે જીવનમાં,જે દેહને સત્માર્ગે દોરતો જાય
કુદરતની કાતર ફરે અવનીપર,જે માનવદેહને અનંત આફત આપી જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
શ્રધ્ધા ભાવનાથી દીવો પ્રગટાવી,આગમન કરુ હુ ગજાનંદ શ્રી ગણેશજીનુ
પાવન કૃપા મળે ભોલેનાથના લાડલા સંતાનની,જે મળેલ દેહને પ્રેરી જાય
માતાપાર્વતીના વ્હાલાપુત્રની કૃપામળે,જે મળેલદેહને પાવનકર્મ આપી જાય
જીવને સંબંધ છે કર્મનો અવની પર,જે જીવને મળેલ દેહથી સમજાઈ જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment