May 23rd 2019

પ્રેમાળ જ્યોત

.             .પ્રેમાળ જ્યોત

તાં૩૦/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય 
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય 
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય. 
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય 
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય 
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવ થાય 
પાવન પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે અનેકનો પાવનપ્રેમ આપી જાય
સરળજીવનની રાહ મળે દેહને,ના કોઇ આફત કે તકલીફ મળી જાય
કરેલ કર્મ જીવનમાં કર્મનો સંબંધ આપી જાય,જે જન્મમરણથી દેખાય
નિર્મળ જીવનનો સંગાથ રહે દેહને,એ પાવનકર્મ થતા જીવન જીવાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment