September 29th 2015
. . અનંત આનંદ
તાઃ૨૯/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં આનંદ અનેરો,જીવનમાં શાંન્તિ આપી જાય
કુદરતની છે અસીમલીલા,જે જીવન નિર્મળ કરી જાય
………….આવી આંગણે પ્રેમ મળે,ના અપેક્ષા કોઇ અથડાય.
પરમાત્માની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ નિર્મળ થાય
મનથીમળેલ શીતળકેડી,જીવને ઉજ્વળતા આપીજાય
મારૂ એ ના સ્પર્શે દેહને,જ્યાં તારૂને દુર રાખીને જીવાય
મોહની કેડી કળીયુગની ચાલ,જે ડગલુ ભરતા સમજાય
………..ના સ્પર્શે વણ માગેલ કેડી,જે જીવન શાંન્ત કરી જાય.
સાગર જેવડો સંસાર અવનીએ,કદી કોઇથીના છટકાય
સંત જલાસાંઇની એકજ દ્રષ્ટિએ,પ્રભુ કૃપાય મળી જાય
અનંતકૃપા આપેઆનંદ,સંસારે સુખસાગર પ્રસરી જાય
મનથીકરેલ ભાવના ભક્તિ,જીવ અપેક્ષાથીછટકીજાય
……….એ કૃપા પરમાત્માની,જે અવનીએ આવીને મેળવાય.
—————————————————————-
September 25th 2015
. . સમયની શીતળતા
તાઃ૧૬/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમયની શીતળ કેડી,જગતમાં જીવોને સ્પર્શી જાય
ક્યારે કેટલી શીતળતાને સચવાય,ના કોઇનેયએ સમજાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
કર્મની માળા જીવનને આંબે,જ્યાં શ્રધ્ધા એજ ભક્તિ થાય
માગણીતો અનેક જીવને જકડે,નાકોઇ માનવીથી છટકાય
ગરીબહોય કેપછી રાજા હોય,એ સમયની સીડીએ દેખાય
ના ઉમંગ કે ઉત્સાહની માગણી,કે ના કોઇ અપેક્ષાય રખાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
સમજણની નિર્મળરાહને પામવા,જીવન નિખાલસ જીવાય
નામાગણી કોઈ મનથીકરતા,અંતરમાં આનંદની વર્ષાથાય
નિર્મળ જીવનનીકેડી મળતા,માનવતાની મહેંક પ્રસરી જાય
પરમાત્માની એકજ કૃપાએ,સમયની શીતળતાય મળી જાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
========================================
September 8th 2015
. .ક્યારે મળશે?
તાઃ૮/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવન જળહળ થાતુ,જે માનવીથી જીવાય
અજબલીલા પરમાત્માની,એ તો અનુભવથી દેખાય …………કુદરત કરે કસોટી જીવની,જ્યાં અંધ શ્રધ્ધાએ જીવાય.
જીવનો સંબંધ છે દેહનીકેડી,જે માનવજીવન કહેવાય
કરેલ કર્મ એજ બંધન છે દેહના,સમય આવે સમજાય
અપેક્ષા જીવનમાંરાખતા,ક્યારેમળે નાકોઇથી કહેવાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,અનંત શાંન્તિ મળી જાય ……….એજ જીવનની સાચી કેડી,જે જીવને પવિત્રરાહ દઈ જાય.
કળીયુગનીકેડી લાગે નિરાળી,જ્યાં માનવીફસાઈ જાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,કદીક મોહ અડી જાય
કર્મના બંધનથી છુટવા કાજે,નિર્મળ ભક્તિથીજ જીવાય અંત જીવનનો આવતા જીવને,ના અપેક્ષા કોઇ અથડાય
…………ત્યારે જીવનેમળે મુક્તિ દેહથી,જે જન્મમરણ છોડીજાય. =========================================
September 7th 2015
. .સર્જનહાર
તાઃ૭/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કથા સાંભળી માનવીએ આજે,જે અબજ વર્ષોથી સર્જાઈ હતી
ના જગતમાં તાકાત કે લાયકાત,કોઇથીય એ સમજાઇ જતી
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
પરમાત્માએ રૂપ લીધા છે અવનીએ,જેને અવતાર કહેવાય
માનવ જીવને માર્ગ ચીંધેછે જીવનમાં,જે સદમાર્ગથી દોરાય
અજબલીલા મળેલ દેહથીદેખાય,જે માનવપશુપક્ષી કહેવાય
આજકાલને નાઆંબે કોઇ,જે અવનીના અસ્તિત્વથી સંગે હોય.
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
મળે દેહ જીવને અવનીપર,ત્યારે અનેક દેહથી એ ઓળખાય
પ્રાણી હોય,પશુ હોય કે જીવ જંતુ,જ્યાં ભટકતુ જીવન જીવાય
માનવદેહમળે જીવને,પવિત્ર જીવનજીવવાની રાહ મેળવાય
શ્રધ્ધારાખી પવિત્ર જીવન જીવતા,અંતે મુક્તિમાર્ગ મળીજાય
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
=========================================
August 28th 2015
. .આવતી કાલ
તાઃ૨૮/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પામી પાગલ થતાં,મનને અનેક મુંઝવણ થાય ક્યારે ક્યાંથી છુટી શકીશુ,ના સમજ કોઇજ મળી જાય
………..મળેલ જીવન દેહથી જીવને,ના આવતીકાલ પકડાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવની આજ સુધરી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રેમભાવે વંદન કરતા,માબાપના આશિર્વાદમળી જાય એજ જીવન ઉજ્વળ કરે,જ્યાં નાકોઇ અપેક્ષાએ જીવાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય.
સ્વાર્થ મોહને દુર ફેંકતા,જીવથી કળીયુગથી છટકાય
ના અપેક્ષાના વાદળ વરસે,કે નાકોઈ માયા મેળવાય
અગમનિગમના ભેદ જાણતા,આવતીકાલ સુધરીજાય
મુક્તિમાર્ગની કેડી,સંત જલાસાંઇની કૃપાએ મળી જાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય. ***************************************************
August 26th 2015
. .લાગણીનેપ્રેમ
તાઃ૨૬/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં માનવતા સચવાય
પ્રેમભાવના પારખી ચાલતા,લાગણીપ્રેમ મળી જાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
કર્મબંધનથી મળે કેડી જીવને,જે જન્મ મૃત્યુથી દેખાય
કરેલકર્મ એજ બંધન જીવના,જે અનુભવથી સમજાય
દેહ મળતા જીવને અવનીએ,યુગની કેડી સ્પર્શી જાય
સમય સમયની સમજણ પડતા,ના લાગણી ઉભરાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
સંતાનનું અવતરણ થતાં,માબાપનો પ્રેમ મળી જાય
ભાઇબહેનની લાગણીલેતા,જીવનેકર્મબંધન અડી જાય
અજબલીલા અવિનાશીની,જગતમાં જીવને મળી જાય
લાગણીનેપ્રેમને પારખી ચાલતા,કર્મબંધન છુટતા જાય
…………એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++
July 27th 2015
. .માનવતા મળે
તાઃ૨૭/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેડી છે ન્યારી,જે જીવને સમજ્ણથી સમજાય
મળેલ દેહને ઉજ્વળરાહ,નિર્મળ માનવતાએ મળી જાય
……..નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. પ્રેમનીગંગા જગતમાં વહે છે,લાયકાતે જીવને મળી જાય
સરળજીવનની રાહે ચાલતા,સંત જલાસાંઈની કૃપા થાય
મોહમાયાથી દુર રહેતા,મળેલ દેહ કળીયુગથી છુટી જાય પરમાત્માની એકજ દ્રષ્ટિએ,પાવનકર્મ જીવનમાં થઈજાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય.
આજને સમજી ચાલતા જીવનમાં,આવતીકાલ સુધરી જાય
મળે આશીર્વાદ માબાપના સંતાનને,જીવનમાં શાંન્તિથાય અજબકૃપા સુર્યદેવની થતાં,જીવની માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષાની કોઇ આશા રહે,કે નાકોઇ મુંઝવણ આવી જાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. =======================================
July 19th 2015
. .ઉજ્વળ કાલ
તાઃ૧૯/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં સમયને પરખાય
ડગલુ પારખી ભરતા જીવનમાં,સફળતા મળી જાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
અવનીપરનુ આગમન દેહને,કર્મબંધન આપી જાય
આવનજાવન દેહનુ અવનીએ,એ સમયેજ સમજાય
કરેલ કર્મ જકડેજીવને,જે અનુભવની દોરીએ દેખાય
આજકાલને સમજી ચાલતા,પવિત્રકર્મ જીવથી થાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
માનવ જીવનમાં મળે કેડી,જેને સમજી પગલુ ભરાય
વિચારના વમળથી નીકળતા,જીવને શાંન્તિ મળીજાય
માયાની ચાદરને છોડતા,ઉજ્વળ કાલ પણ મળીજાય
જન્મ મરણના બંધનછુટે,જે જીવને મુક્તિરાહ દઈજાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
=====================================
July 16th 2015
. . ભાગંભાગ
તાઃ૧૬/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનની સમજ મળે,જ્યાં સમયને સમજાય
મળે માનતાની મહેંક જીવને,જે પ્રભુકૃપાએ મેળવાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
સમયને ના પકડી શક્યું છે કોઇ,કે ના કોઇથીય છટકાય
મળેલ માનવ દેહ જીવને,જે જીવને બંધનથી મેળવાય
ભક્તિકેરી જ્યોત પ્રગટતા,માનવ જીવન ઉજ્વળ થાય
પરમાત્માની એકજ કૃપાએ,મળેલ જન્મસફળ થઈ જાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
માયા વળગે જ્યાં કાયાને,એજ કળીયુગની કેડી કહેવાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવતી આફતથીછટકાય
મળે સાચી રાહ ભક્તિની,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
ના અંતરમાં કોઇ ઉભરો રહે,કે નાકોઇ માગણીય રખાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
==========================================
July 14th 2015
. .શીતળતાનો સંગાથ
તાઃ૧૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની આ નિર્મળકેડી,જ્યાં શીતળતાનો સંગાથ
મળે સાચીરાહ જીવનમાં,ના જીવને કોઇથી બંધાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મનથી કરેલ કર્મ જીવનમાં,સફળતાએ જ દોરી જાય
નાઆશા કે અપેક્ષાને રાખતા,સરળ જીવન થઈ જાય
પરમાત્માની કૃપામળે,ત્યાં ડગલે ડગલુ સચવાઇ જાય
અંતરમાં આનંદ થઈ જાય,જ્યાં જલાસાંઇની કૃપાથાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મેં કર્યુ ને મારું કર્યુ પકડતા,કળીયુગની કેડી મળી જાય
જીવને મળેલ સાચી સમજણ,એ જ સાચી રાહ દઈ જાય
અપેક્ષાના વાદળઉડતા,જીવથી અજબશાંન્તિ મેળવાય
અંત આવતા દેહનો અવનીથી,મુક્તિમાર્ગની મળીજાય
…….એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
=====================================