June 14th 2013
. સરળ ભક્તિ
તાઃ૧૪/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને રાહ મળતા જીવનમાં,જન્મ સફળ કરી જાય
ભક્તિ કેરી સરળ કેડીએ,પવિત્ર રાહ પણ મળી જાય
. …………………….જીવને રાહ મળતા જીવનમાં.
અજબ શક્તિ ભક્તિની જગમાં,અતુટ રાહ તુટી જાય
માયાની નાકેડી જીવનમાં,કાયાની કદરપ્રેમથી થાય
અવધુતની અવગણના કરતાં,ભક્તિ સાચી થઇ જાય
કળીયુગની નાચાદરઅડે,જ્યાં જલાસાંઇની સેવાથાય
. ……………………જીવને રાહ મળતા જીવનમાં.
કુદરતની છે આ અકળ લીલા,સમય સમયે સમજાય
મિથ્યા માયા મોહ થતાં જ,આ જન્મ સફળ થઈ જાય
અંગેના ઓઢવાની જરૂર,કેના ભગવાની ઇજ્જત થાય
મનથી કરેલ સરળ ભક્તિએ,સાચી રાહ જ મળી જાય
. …………………….જીવને રાહ મળતા જીવનમાં.
=====================================
May 8th 2013
. . મા અંબા
તાઃ૬/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા દર્શન કાજે,અમે આવ્યા અંબાજી ધામ
પાવન જીવન દેજો માડી,પુરી કરજો મનની આશ
……………માડી તારા ચરણે અમારા વંદન છે વારંવાર.
નિર્મળતાને સંગે રાખી.મા ભક્તિ કરુ હુ સવારસાંજ
ભાવના સાચી શ્રધ્ધા સંગે,ઉજ્વળ કરજો કૃપા સાથ
દર્શન કરી મા વંદન કરી,માગું જન્મ સફળ હું આજ
સંસારની કેડી ઉજ્વળ દઇને,કરજો જીવોનો ઉધ્ધાર
. ……………………માડી તારા દર્શન કાજે.
ગબ્બર ગઢને વંદન કરતાં,મન મારુ અહીં મલકાય
અનંતઆનંદ રમાને થતાં,રવિ,દીપલ ખુબ હરખાય
મળતા માડી કૃપા તમારી,આ જન્મસફળ થઇ જાય
મુક્તિમાર્ગની કેડીમળતા,માડી ભવોભવથી છટકાય
. …………………માડી તારા દર્શન કાજે.
===================================
April 9th 2013
. .ભક્તિસાચી
તાઃ૬/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ સાચી મનથી કરતાં,નાવ્યાધી કોઇ જીવનમાં મળતાં
જીવ પર થાય કૃપાની વર્ષા,ઉજ્વળ જીવન સાર્થક બનતા
. …………………..ભક્તિ સાચી મનથી કરતાં.
મોહમાયાથી જકડે છે કળીયુગ,ના છટકે અવનીએ અવધુત
સરળ જીવનમાં વ્યાધીઓમળતી,માનવજીવનને એ ડગતી
ભક્તિ જલાસાંઇનીએવી.ના આધીવ્યાધી જીવને કદીઅડતી
મળી જાય જીવને જ્યાં શાંન્તિ,પામર જીવન પાવન બનતુ
. ……………………ભક્તિ સાચી મનથી કરતાં.
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,અનેક રાહ જીવનમાં મળતા
નિર્મળતાનો સંગ પકડતા,પગલેપગલુ ત્યાં સાર્થક બનતા
લાગણીમોહને નેવે મુકતા,માનવજીવન ઉજ્વળ પણરહેતા
આવીદ્વારે કૃપા રહે જલાસાંઇની,અંતે મુક્તિ જીવને મળતી
. ……………………ભક્તિ સાચી મનથી કરતાં.
======================================
March 23rd 2013
. . ભક્તિ પ્રેમ
તાઃ૨૩/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે છે પરમાત્માનો,ત્યાં જન્મસફળ થઈ જાય
પાવનકર્મની કેડી મળતા,સાચી ભક્તિ પ્રેમથી થાય
. ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
સરળતાનો સાથ મળતા,જીવનમાં શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મોહમાયાને દુર રાખતાજ,ના આફત ક્યારેય અથડાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,પાવનકર્મ જીવનમાંથાય
. ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
માનવ જીવન તો છે કર્મના બંધન,ના કોઇથી છટકાય
અવનીપરના આગમનથી જીવને,કર્મનીકેડી મળી જાય
માનવજન્મને સાર્થક કરવા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
એકજ સાચીકેડી મળતા,અવનીપરના બંધન છુટી જાય
. …………………..પ્રેમ મળે છે પરમાત્માનો.
==================================
March 18th 2013
. .મા ખોડીયાર
તાઃ૧૮/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણે આવતાં,આ જીવન ઉજ્વળ થાય
ભક્તિ તારી પ્રેમથી કરતાં,આજન્મ સફળ થઈ જાય
માડી ખોડીયાર તારા ચરણે લાગે છે,પ્રદીપ વારંવાર
. ………………..મા ખોડીયાર તારા ચરણે.
ઉજ્વળતાની કેડી મળતાં,મારા જીવનમાં શાંન્તિ થાય
આર્શીવાદની કૃપા મળતાં,મારું આ જીવન મહેંકી જાય
પ્રેમથી લાગતાં પાયે માડી,મારા હૈયે પણ આનંદથાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાં,જીવન ઉજ્વળ થાય
. …………………મા ખોડીયાર તારા ચરણે.
સિધ્ધીના સોપાન લેતા,મા તારો સાચો પ્રેમ મળી જાય
ચરણરજની મહેંક મળતાં,સંતાન રવિ,દીપલ હરખાય
ઉજ્વળ જીવન દેજે માડી,એજ ભાવના સદા રહી જાય
રમા સંગે માને વંદનકરતાં,ઘરનું આંગણુંપાવન થાય
. …………………મા ખોડીયાર તારા ચરણે.
+++++++++++++++++++++++++++++++
March 14th 2013
. .જલારામ જ્યોત
તાઃ૧૪/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની જ્યોત નિરાળી,જીવને રાહ સાચી દઇ જાય
ભક્તિ પ્રેમથી એ મેળવતાં,જીવના કર્મબંધન છુટી જાય
. ………………….જલારામની જ્યોત નિરાળી.
નિર્મળ પ્રેમની એ જ કેડી છે,જીવ કળીયુગથી બચી જાય
માનવતાની ત્યાં મહેંક પ્રસરે,જ્યાં અન્નદાન પ્રેમથી થાય
મનથી કરેલ ભક્તિ જલારામની,જીવને શાંન્તિ મળીજાય
આંગણે આવી પ્રેમ મળે પ્રભુનો,જીવન ઉજ્વળ થઈ જાય
. ………………….જલારામની જ્યોત નિરાળી.
શ્રધ્ધાસાચી રાખી જીવતાં,જીવથી મોહમાયા ભાગી જાય
સુખ શાંન્તિના જ્યાં વાદળ વરસે,ના દુઃખ ઉમરે દેખાય
જલારામની છે જ્યોત ઉજ્વળ,માનવજીવન મહેંકી જાય
પ્રભુકૃપાની એક જ કિરણે,જીવના જન્મ મરણ છુટી જાય
. …………………જલારામની જ્યોત નિરાળી.
==================================
February 25th 2013

.
.
.
. ૐ ૐ ૐ.
તાઃ૨૫/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ શબ્દની સાંકળ છે ન્યારી,જીવ મુક્તિ માર્ગે દોરાય
ૐનુ થયેલ ઉચ્ચારણ મનથી,શ્રી શિવ ભોળા હરખાય
. ……………. .ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,કૃપા પ્રભુની થઇ જાય
ૐ શબ્દએક શ્વાસે સ્મરતાં,શરીરે સ્પન્દન અદભુત થાય
ૐૐ રટતા સોમવારે,પરમકૃપાળુ શિવજીની દ્રષ્ટિ થાય
ૐની છે તાકાત જગતમાં,ના કોઇ મેલી શક્તિ અથડાય
. ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ થી ઉજ્વળ જીવન છે,જે સ્મરણ માત્રથી અનુભવાય
ૐ ની માયા જીવને લાગતા,માનવજીવન પાવન થાય
ૐ ની છે તાકાત જગતમાં,જીવને અનુભવે જ સમજાય
ૐૐ સ્મરણ કરતાં કરતાં,જીવથી મુક્તિ માર્ગ મેળવાય
. ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
++++++++++++++++++++++++++++++++++++
February 13th 2013
. ભક્તિ તાલ
તાઃ૧૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ આવતી દોડી આંગણે,જ્યાં પ્રભુકૃપા મળીજાય
મનથી કરતાં ભક્તિ સાચી,નિર્મળ શ્રધ્ધા આપી જાય
. ………………શાંન્તિ આવતી દોડી આંગણે.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવને ભક્તિ રાહ મળી જાય
મળેલ કેડી જીવને અવનીએ,નિર્મળ સુખ શાંન્તિદઈ જાય
ભક્તિ નિર્મળ પ્રેમથી કરતાં,સાચી સંત કૃપાય મળી જાય
જીવને ઉજ્વળરાહ મળતાં,નાકોઇ આફત પણઆવી જાય
. …………………શાંન્તિ આવતી દોડી આંગણે.
કર્મની કેડી જીવથી છુટે,જ્યાં સંત જલાસાંઇની પુંજા થાય
ધુપદીપને નિત્ય પ્રેમથી કરતાં,કૃપાએ જીવને શાંન્તિ થાય
માગણીમોહ છોડી પુંજતાં,પરમકૃપા પ્રભુની જીવ પર થાય
અંત આવે દેહનો અવનીએ,બારણે પરમાત્મા આવી જાય
. …………………. શાંન્તિ આવતી દોડી આંગણે.
================================
February 11th 2013
.
. .મા કાલિને
તાઃ૧૧/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાળકા માને ચરણે સ્પર્શતા,ૐ ક્રીં કાલિયે નમઃ બોલાય
મનને અતુટ શાંન્તિમળતા,જીવનેમાની કૃપા મળી જાય
. …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
અદભુત શક્તિ માતાની જગે,ના કોઇનાથી તેને તોલાય
કૃપા માતાની પ્રદીપને મળતાં,રમા,રવિ,દીપલહરખાય
કુળદેવી છે અમારી મા કાલિકા,ધુપદીપથી માને પુંજાય
ભુતપ્રેતને એજ ભગાડે,જગમાં જીવન ઉજ્વળ કરી જાય
. …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
કરુણાનો સાગર મા કાલિ,જીવને સાચીભક્તિએ સમજાય
અષ્ટભુજાળી મા છે દયાળુ,જ્યાં માતાને પ્રેમથીજ પુંજાય
નિર્મળતાનો સંગ રહે જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
અજબશક્તિ માતાની જગે,જે જીવને પાવનકર્મે સમજાય
. ………………….કાળકા માને ચરણે સ્પર્શતા.
+++++++++++++++++++++++++++++
February 6th 2013
. .પરમ કૃપા
તાઃ૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ કૃપા પરમાત્માની,સાચી ભક્તિ એજ મળી જાય
આધી વ્યાધી ને આંબે જગે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
. …………………પરમ કૃપા પરમાત્માની.
માળાના હાથમાં ફરતા મણકા,જણાય ભક્તિનો દેખાવ
ના શાંન્તિ મનનેમળે જીવનમાં,કે નારાહ કોઇ મેળવાય
માગણી પરમાત્માથી શાંન્તિની,તોય ના આફત રોકાય
મુક્તિ કેરા માર્ગને પામવા જીવને,મુંઝવણ મળતી જાય
. …………………પરમ કૃપા પરમાત્માની.
સંસારી સરગમનીકેડી મળતાં,જીવનેસરળતા મળતીજાય
કર્મબંધન સાચવી ચાલતા,જલાની પરમ કૃપા મળી જાય
મારુ તારુની લાલચ છુટતાં,સાંઇબાબાની કૃપાય મેળવાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં જીવને મુક્તિ માર્ગ દેખાય
. ………………….પરમ કૃપા પરમાત્માની.
==============================