August 14th 2011
. પ્રભાત
તાઃ૧૪/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર વાંસળીનો સાંભળી સવારે,મન પ્રફુલ્લીત થાય
ઉજ્વળલાગે આજ પ્રભાત,જ્યાં સુર્ય નમસ્કાર થાય
. ………….સુર વાંસળીનો સાંભળી સવારે.
ધર્મ કર્મની આ અજબકેડી,જે સારા સંસ્કારે મેળવાય
પ્રભુ ભક્તિનો માર્ગ છે નિર્મળ,કર્મબંધનથી સહવાય
જલાસાંઇની પ્રીત ન્યારી,જ્યાં માનવતા મળી જાય
માળાનામણકાને છોડતાં,મળેલ જન્મસફળ થઈજાય
. ………..સુર વાંસળીનો સાંભળી સવારે.
મૃત્યુ મળતાં દેહને જગતથી,સ્વર્ગ નર્કના દ્વાર દેખાય
સાચી ભક્તિ જીવથી થાય તો,પ્રભુકૃપાજ મળી જાય
સ્વર્ગનાદ્વાર ખુલી જાય જગે,ત્યાં જીવનો ઉધ્ધારથાય
જન્મમરણની મુક્તિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
. …………સુર વાંસળીનો સાંભળી સવારે.
##################################
August 12th 2011
. નિર્મળ ભક્તિપ્રેમ
તાઃ૧૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર વાણી ને શીતળ સ્નેહ,માનવ જીવન મહેંકે એમ
શાંન્તિના સંગાથે મળીજાય,જીવને નિર્મળ ભક્તિ પ્રેમ
. …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
જન્મ જીવના જેમછે બંધન,તેમ વાણી વર્તનના દેખાય
કુદરતની અસીમ કૃપાએ,જીવને ભક્તિ પ્રેમ મળી જાય
માગણી કદી ના કરવી દેહે,કે નાકદી મનથીય એ કરાય
ઉજ્વળજીવને કેડી મળે ભક્તિની,સાર્થક જન્મ કરી જાય
મહેનત સાચી મનથીકરતાં,પાવનકર્મ દેહથી થઈ જાય
. …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
સવાર,બપોર અનેસાંજ મળે જીવને,જ્યાં દેહ મળી જાય
મુક્તિજીવની સાચીકેડી બને,એ ભક્તિ માર્ગથી પરખાય
મળે માનવતા દેહને જગતમાં,જ્યાં પ્રભુ કૃપા મેળવાય
સંતજલાસાંઇની સરળરાહે,ભક્તિપ્રેમ ઉજ્વળ મળીજાય
ઉજ્વળ આંગણુ મળે અવનીએ,ને જન્મ સાર્થક થઈ જાય
. …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
——————————————————–
August 5th 2011


.
.
.
.
.
.
.
.
.
.
.
.
. . ૐ સાંઇ ૐ
તાઃ૫/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ,ૐ સાંઇૐ બાબા ૐ સાંઇ ૐ
ભક્તિ મનથી કરતાં સાંઇની,શાંન્તિ જીવને મળતી ત્યારથી
. …………ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.
મોહમાયાને અંજલી દેતાં,ઉજ્વળ જીવન માનવીને મળતાં
નિરાધાર જીવને મળતી કેડી,જ્યાંસાંઇબાબાથી ભક્તિ જોડી
આવીઆંગણે પ્રેમ મળેપ્રભુનો,ભોલેનાથની જ્યાંકૃપામળીછે
સાંઇસાંઇના સ્મરણ માત્રથી,પ્રદીપને જીવનમાં રાહ મળી છે
. ………….ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.
નિર્મળભાવે પુંજન કરતાં,ભક્તિભાવની મને જ્યોત મળી છે
જીવ દેહનો અમરછે નાતો,મુક્તિમળતાં જીવથી એદુર જાતો
સાચી માયા સાંઇબાબાથી કરતાં,મોહ માયા દુર ભાગી જાતા
મુક્તિઆવી દ્વાર ખોલતાં,પ્રદીપ,રમા,દીપલ,રવિ સંગે રહેતા
. …………..ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.
***************************************
August 2nd 2011
. . શ્રાવણ માસ
તાઃ૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કારતક માગસર ચાલી ગયા,ને પોષ મહા પણ જાય
ફાગણ ચૈત્રનો નાખ્યાલરહ્યો,ત્યાં શ્રાવણ આવી જાય
. …………કારતક માગસર ચાલી ગયા.
પવિત્ર માસ આ હિન્દુધર્મનો,સૌથી એની રાહ જોવાય
સોમવારે શીવજીનેભજતાં,દેહનો જન્મસફળ પણથાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,જીવ પર કરુણા વર્ષી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,ભજતાં શ્રાવણે મળી જાય
. ………..કારતક માગસર ચાલી ગયા.
ભાઇબહેનના પ્રેમને પામવા,રક્ષાબંધને રાખડીબંધાય
હૈયેઅનંત હેતઉભરે,જ્યાં નાગપાંચમે દુધ અર્ચનથાય
જન્માષ્ટમી ના પવિત્ર દીવસે,શ્રી કૃષ્ણ જન્મ ઉજવાય
આખરી તારીખે સૌ સાથેમળી,રમઝાન ઇદ માણી જાય
. ………….કારતક માગસર ચાલી ગયા.
++++++++++++++++++++++++++++++++
August 1st 2011
. સાચી ભક્તિ
તાઃ૧/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ નમઃ શિવાયના જાપથી,જીવને શાંન્તિ મળી જાય
પાર્વતીપતિની એકજ કૃપાએ,આ જન્મસફળ થઈજાય
. ………..ૐ નમઃ શિવાયના જાપથી.
મોહમાયાથી મુક્તિ મળતાં,દેહથી પાવનકર્મ જ થાય
આધી વ્યાધી તો દુરજ ભાગે,નેમન શાંન્તિથી હરખાય
પળે પળે સહવાર પ્રભુનો,મળેલ જન્મ સફળ થઇ જાય
મળેલ દેહને પ્રેમ જગતમાં,ના કોઇથીય એને ખરીદાય
. ………….ૐ નમઃ શિવાયના જાપથી.
સદવિચારની કેડી નિરાળી,સાચી ભાવનાઓ સમજાય
કળી યુગની ના કાતરવાગે,જે મંત્રોથીજ સચવાઇ જાય
મહેંકે મધુર માનવજીવન,જ્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિ જીવને મળેદેહથી,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
. ………….ૐ નમઃ શિવાયના જાપથી.
*****************************************
July 28th 2011

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ભોળાનાથ
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાના એ સાગર છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
. …………કરુણાના એ સાગર છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
. ………….કરુણાના એ સાગર છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
. ………….કરુણાના એ સાગર છે.
**********************************
July 27th 2011
. વૈકુન્ઠનો વાસ
તાઃ૨૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમની જ્યોત જલે,ને હૈયામાં અતિઆનંદ થાય
માયામોહની ના કોઇ ચિંતા,જ્યાંમળી જાય વૈકુન્ઠી વાસ
. …………..નિર્મળ પ્રેમની જ્યોત જલે.
કૃપા મળે કરતારની જીવને,જ્યાં ભક્તિ પ્રેમનો છે સંગાથ
આરતી અર્ચન પુંજનકરતાં,જીવને મળે છે જગત નાનાથ
કર્મ બંધનની છે જગમાં કેડી,ના કોઇ જીવથીય એ છોડાય
મુક્તિમાર્ગની સરળછે ચાવી,જે ભક્તિનાદ્વાર ખોલી જાય
. …………નિર્મળ પ્રેમની જ્યોત જલે.
સ્વર્ગની સાચી કેડી મળે,જગતપર જ્યાં સત્કર્મો સહેવાય
દેહને મળતી કૃપા પ્રભુની,જ્યાં સાચા સંતોને વંદન થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતાં,જીવ પર પ્રભુ દ્રષ્ટિ થાય
મળી જાય વૈકુન્ઠનો વાસ જીવને,નેજન્મમરણ ટળી જાય
. ………….નિર્મળ પ્રેમની જ્યોત જલે.
==================================
July 23rd 2011
મુક્તિ માર્ગ
તાઃ૨૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એ છે જીવની દોરી, ને દેહથી વર્તન થાય
ભક્તિ એતો મનની શક્તિ,જે મુક્તિએ દોરી જાય
…………શ્રધ્ધા એ છે જીવની દોરી.
દેહમળતાં જીવને જગે,માનવી,પ્રાણી છે ઓળખાણ
માનવ જન્મ એજ સાર્થકતા,જે મુક્તિએ લઈ જાય
પ્રાણીદેહ એ નિરાધારતા,જ્યાં ત્યાં ભટકીને જીવાય
જીવને જકડે માયા જીવનમાં,ના કોઇથી એ છોડાય
………… શ્રધ્ધા એ છે જીવની દોરી.
મતીને છે મોહમાયાના બંધન,કળીયુગે ભટકી જાય
ગજાનંદની એક દ્રષ્ટિએ,જીવથી મુક્તિદોર મેળવાય
છુટે બંધન જગનાજીવને,જ્યાં સાચીભક્તિ સહેવાય
બંધન છુટે જન્મમરણના,જ્યાં મુક્તિમાર્ગ મળીજાય
………..શ્રધ્ધા એ છે જીવની દોરી.
*************************************
July 23rd 2011
દેહ જીવન
તાઃ૨૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં દેહ જીવન નાશ્વંત છે,જે મૃત્યુ એ સમજાય
પ્રભુ ભક્તિમાં વિશ્વાસ રાખતાં,જીવની મુક્તિ થાય
……….જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કર્મની કેડીજ લાવે તાણી,જીવ અવનીએ ભટકાય
ઉજ્વળ જીવન જગે જીવતાં,દેહે રાહત મળી જાય
સુખદુઃખ બંધન છે દેહના,નાજીવનેએ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપા મળી જાય
………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કોની કેટલી ભક્તિ મનથી,એતો વર્તનથી દેખાય
વાણી વર્તન ઉજ્વળ મળતાં,જીવને શાંન્તિ થાય
રામનામની ધુન લાગતાં,સંત જલાસાંઇ હરખાય
ભક્તિરાહની જ્યોત મળતાં,વિશ્વાસ પ્રભુમાં થાય
………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.
+++++++++++++++++++++++++++++++