March 17th 2009
કામ અને નામ
તાઃ૧૬/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરશો સારાકામ કે જે જગમાં રાખે તમારુ નામ
જ્યાં મળશે તમને દામ, નહીં મળે ફરીએ કામ
……કરશો સારા કામ કે જે.
મહેનત કરશો તનથી, ને રાખશો મનમાં હામ
સફળ થશે સૌ કામ,જ્યાંરહેશે સદાય હૈયે રામ
મળશે માન ને પ્રેમ જગે,જે રાખશે જીવે રહેમ
મનનીભાવના પુરણથશે,ને સહકાર રહેશે ક્ષેમ
……કરશો સારા કામ કે જે.
મારુતારુ જ્યાં મટીજશે,ત્યાં થશે આપણુ કામ
બે હાથથી બહોળા થશે,જ્યાંમળશે સૌના હાથ
મુક્ત મનની મહેંક વધે,મળે હૈયે સૌને આનંદ
કામનામની નાવ્યાધી,ત્યાં દુઃખનેઆવે આંધી
……કરશો સારા કામ કે જે.
———————————————
March 1st 2009
બુધ્ધિની શોધ
તાઃ૨૮/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બે આના લઇ લેવા નીકળ્યો,
ભઇ બુધ્ધિ ક્યાં મળે વેચાતી;
જોઇએ મારે ચોખ્ખીને સારી,
ના કરવી મારે ભઇ બરબાદી.
…….ભઇ ના કરવી બરબાદી.
મોજો એક હતો હાથમાં મારા,
ને બીજો પહેરેલ હતો પગે;
શોધુ ઘરમાં બુમ પાડતો,
ક્યાં ગયો અલા બીજો મોજો.
…..બે આના લઇ લેવા નીકળ્યો.
પેન પાકીટને મુકી ખીસામાં,
શોધુ ક્યાં ગયો મારો રુમાલ;
ઘણી ચિંતા પતી મળી ગયો એ,
ત્યાં મને સમજાઇ ગઇ કમાલ.
…..બે આના લઇ લેવા નીકળ્યો.
લેવુ મારે પેન્ટ ને શર્ટ વચ્ચે ઘુમુ,
મળતુ કેમ નથી ક્યારનો છુ શોધુ;
પુછતાં પુછતાં ખબર પડી કે,
જ્યાં ત્યાં ઉંધે જ પગ હું મુકુ
…..બે આના લઇ લેવા નીકળ્યો.
==============================================
February 10th 2009
શિવજીનો વરઘોડો
તાઃ૯/૨/૨૦૦૯ સોમવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિવજીનો વરઘોડો આવે આજ શિવજીનો વરઘોડો
બેઠા ઘોડે શંભુ ભોલે..(૨)સાથે નાચે ભુતોની ટોળી
…..ભઇ ભુતોની અલબેલી ટોળી
ભુત પિશાચ સૌ સંગે હાલે, ડાકણ ઠુમકે ઠુમકે ચાલે
કીકીયારીઓ તો તીરછી પાડે, કરે મસ્તી મનમારી
ડમરુ હાથે શોભે શિવજીને ને ત્રિશુલ છે બીજે હાથે
ભભુતી લાગી છે દેહેને ત્રિનેત્રે નિરખે આનંદઅપાર
…….શિવજીનો વરઘોડો આવે
દેવદાનવપણ સાથેચાલે,બ્રહ્મા,વિષ્ણુ પણ મલકાય
સર્પ સજેલા મહાદેવને,દેવ સંગે ભુતપલિત દેખાય
ભાંગપીને મસ્તી લુંટતા,જાનૈયા ડગીમગી પણજાય
ઢોલનગારાને મૃદંગ વાગે,શરણાઇનાસુર મળી જાય
…… શિવજીનો વરઘોડો આવે
==========================================
February 4th 2009
આંગળી ભક્તિની
તાઃ૪/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના રહી ભઇ વ્યાધી, જ્યાં આંધી આવી ગઇ
ના હાથમાં કોઇચાવી,જ્યાં જીંદગી ઝુટાઇગઇ
……..ના રહી ભઇ વ્યાધી.
મનને મક્કમ રાખી, જીવનમાં સ્નેહ હું દેતો
હરપળ નીરખી ચાલુ,ના કોઇના સંગે રહેતો
એક મને આનંદહતો,જ્યાં નિરાધારને જોતો
પ્રેમથી હાથ હું પકડી, જીવને શાંન્તિ દેતો
……..ના રહી ભઇ વ્યાધી.
આવી આંગણે પ્રેમથી, જ્યાં વ્યાધીને જોતો
નિરખી દેતો સાથ હું ,ના માનવપશુ જોતો
લગની જલારામની,જગતજીવમાં દીસે પ્રેમ
ના આશા કે અપેક્ષા,જ્યાંદુખી માનવ જોતો
……..ના રહી ભઇ વ્યાધી.
++++++++++++++++++++++++++++++++++++++++++++=
February 3rd 2009
ગણ અધિપતી
તાઃ૩/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવો લઇ હાથમાં આવ્યો, મુક્તિ કેરા દ્વાર ખોલવા
માનવતાની મહેંક સાથે, ગણ અધિપતીને શોધવા
………દીવો લઇ હાથમાં આવ્યો
પ્રભાત થતાં અવનીએ, માગુ હ્રદયે તમારી માયા
શક્તિ ભક્તિમાં દેજો,ને કૃપા કરજો સુધરે આકાયા
………દીવો લઇ હાથમાં આવ્યો
જય જય રટણ કરતાં અંતરમાં, ઉભરે અનંત હે
સિધ્ધીના સોપાનમાં ગણદેવ,રહેજો સદારાખી પ્રેમ
………દીવો લઇ હાથમાં આવ્યો
માગે પ્રદીપ શાંન્તિ જીવની,પળપળ દેજો આશીશ
ના કોઇ અભિલાષા જીવને, કે જગમાં છે કોઇ મોહ
………દીવો લઇ હાથમાં આવ્યો
અંત જીવનો આપના શરણે,મુક્તિ દ્વારની છે ટેક
આવજો વહેલા ભોલે સંગ, દેજો ગણેશ પ્રેમ એક
………દીવો લઇ હાથમાં આવ્યો
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 26th 2009
सबके बाप
ताः२५/१/२००९ प्रदीप ब्रह्मभट्ट्
एक दो तीन चार, सब मील जाओ मेरे यार
कोइ कुछनहीं कर पायेगा,हम होंगे सबकेबाप
……….एक दो तीन चार
दो हाथसे होता जो काम,महेनतका उसमे हैसाथ
दोस्तोका मील जाये हाथ, पुरा हो सपनोके साथ
सच्चे दीलसे साथ रहे,वहां अपनोका सन्मान रहे
प्यार महोब्बत पाकर भी,खुशी जीवनमें आयेगी
……….एक दो तीन चार
सोचसमझके कदम चले, साथ सभी चल आयेगे
दुःखकीछाया दुर रहेगी, जीवनमे सुख भर जायेगी
साथ सभीका जब मीले, महेंक सभी ले पायेगे
एकता जीसके साथ रहे, नाम जगमें उसका रहे
……….एक दो तीन चार
+++++++++++++++++++++++++++++++++++++++++
December 27th 2008
संभलके रहेना
ताः२७/१२/२००८ प्रदीप ब्रह्मभट्ट
सुनो सुनो ओ यारो , आज ये मन कुछ कहेता है
तुम सुन शको तो सुनना, ये अपनापन बेगाना है
फिर भी रहेता ये दिवाना है
……. सुनो सुनो आज ये मन कुछ कहेता है
लकीर न देखी दीलकी, और प्यारकी ना कोइ सीडी
अपना मानके कहे दीया जो बादमे समझ ना पाया
भुलगया मै अपना और बेगाना साथ मेरे जो आया
…….. इसी लीये तो आज ये दील बेगाना है
समझ सका ना प्यार और दील वैसे ही दे दीया
लेकर लकडी प्यारकी ओयारो अपने पैर में खडा
ना कोइ साथ रहा मेरे जब दीलको मैने दे दीया
…….इसी लीये तो आज मै अकेला हु
नजरमीली तो समज नापाया दीलमेरा था पागल
दीलकी बाते दीलमें रखके प्यार से तुम संभलना
आगया प्यार कीसीका तुमपे लेकरसाथ नाचलना
…….ओ यारो सबकुछ साथ समझके चलना.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=
December 21st 2008
તલવાર જેવી
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના હાથમાં એ મારા તોય સૌ મને જોઇને ભાગતા ભઇ
તલવાર દીઠી મેં ના જીવનમાં પણ જીભ મારી છે એવી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
અગડમ બગડમ ના સમજાય પણ બબડુ નાનુ મોટુ
જડબુ મારા હાથ નારહે કે ના મારી સામે કોઇ અનોખુ
સમય ના સમઝુ કેના સન્માન મને લાગે સૌ અલબેલુ
એકલવાયુ જીવન ના લાગણી ને જીભ મારી વિખરેલી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
સાચુ ખોટુ સમજ પડે ના મતી મારી નાનાબાળક જેવી
કોઇકહે કાંઇ ને સમઝુ કંઇ તોય જીભજવાબ ઝડપી લેતી
નાઆરો કે નાદેખાય કિનારો ભઇ સમજુ પ્રેમપડીકીજેવો
એકવાર મળે તે નાફરી મળશે તેમ સમજી જીભ હલાવી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
+++++++++++++++++++++++++++++++++++++++++
December 12th 2008
પ્રેમની પીપુડી
તાઃ૧૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પીપુડી વાગી ટેં ટેં કરતી, જગની આ સૃષ્ટિ મહીં
મનની ના સીટી કોઇવાગી,ને પ્રેમની પપુડીથઇ
……..પીપુડી વાગી ટેં ટેં.
મળી ગઇ રીત પ્રીતની,ભાગોળે ભટકાતી અકેલી
આડીઅવળીમતીનામારી,સાદીસીધીહતીનિરાલી
આવી એકઝલક પ્રેમની નાહતી સમજમાંઅજાણી
પકડી પીપુડી વાગી ગઇ, ટેં ટેં કરતી જતી રહી
……..પીપુડી વાગી ટેં ટેં
ડગમગ ડોલતી નાવડી,જાણે જીવ સંગે મળી ગઇ
હાલમડોલમ કરતીતી,ત્યાં પકડીપ્રેમે જકડાઇઅહીં
ના આરો કે ઓવારો ત્યાં જુઠસચમાં સચવાઇ ગઇ
હાથમાંહાથ મળી ગયો પણ સાચીપ્રીત મળી નહીં
……..પીપુડી વાગી ટેં ટેં.
લઇ લઇને પ્રેમને માથે,સંસારમાં હુ ઘુમી જ રહ્યો
મળશે અંત ક્યારેક તો એનો,રાખી આશાહું ભમ્યો
લબડી લટકી માયા પ્રીતની,ના મળ્યો કોઇ આરો
જીવ આ પગ દંડીને ભઇ મેં જોઇ લીધી પગપાળા
……..પીપુડી વાગી ટેં ટેં.
+++++++++++++++++++++++++++++++++++++++
December 6th 2008
હું આધુનીક વૈરાગી
તાઃ૬/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હાથની માળા ભઇ જગત જુએ છે,
મારા પેટના લારા ના કોઇ ભઇ જાણે
થાક્યો જગમાં ના મળે સહારો
બની ગયો ભઇ હું સાધુ ત્યારનો
……મારા હાથની માળા ભઇ.
આવતા જોતો મદમોહ ભરેલા જીવોને
ઉભરાતો મારે હૈયે આનંદ અનેરો
પગે પડે ત્યાં હું મદ મોહિત થાતો
આશિશ દેતો ના લાયકાત ના આરો
……મારા હાથની માળા ભઇ.
મને ભગવા કપડે સૌ પ્રભુ જ માને
આ જગતમાં મને ઘણુય સુઝેના આજે
ના સહારો ના કોઇ આરો જગમાં
માળા હાથે ના વ્યાધી કોઇ જગતમાં
……મારા હાથની માળા ભઇ.
===================================