March 1st 2009

બુધ્ધિની શોધ

             બુધ્ધિની શોધ
તાઃ૨૮/૨/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બે આના લઇ લેવા નીકળ્યો,
                  ભઇ બુધ્ધિ ક્યાં મળે વેચાતી;
જોઇએ મારે ચોખ્ખીને સારી,
                  ના કરવી મારે ભઇ બરબાદી.
                        …….ભઇ ના કરવી બરબાદી.
મોજો એક હતો હાથમાં મારા,
                 ને બીજો પહેરેલ હતો પગે;
શોધુ ઘરમાં બુમ પાડતો,
                ક્યાં ગયો અલા બીજો મોજો.
                     …..બે આના લઇ લેવા નીકળ્યો.
પેન પાકીટને મુકી ખીસામાં,
               શોધુ ક્યાં ગયો મારો રુમાલ;
ઘણી ચિંતા પતી મળી ગયો એ,
               ત્યાં મને સમજાઇ ગઇ કમાલ.
                      …..બે આના લઇ લેવા નીકળ્યો.
લેવુ મારે પેન્ટ ને શર્ટ વચ્ચે ઘુમુ,
               મળતુ કેમ નથી ક્યારનો છુ શોધુ;
પુછતાં પુછતાં ખબર પડી કે,
               જ્યાં ત્યાં ઉંધે જ પગ હું મુકુ
                       …..બે આના લઇ લેવા નીકળ્યો.

==============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment