March 22nd 2009

પાનખર

                        પાનખર

તાઃ૨૨/૩/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક લહેર મોસમની આવે,ને પહેલી ચાલી જાય
ના માનવમનથી સમજાય,કેવુ કુદરત દઇ જાય
                               ……એક લહેર મોસમની આવે.
ફુલ ખીલેને સુગંધ મળે,ત્યાંજીવન પણ મહેંકાય
નવા પાનને લાવવા માટે,પાનખર આવી જાય
કળી કળીને શોધતા ભઈ,ત્યાં ફુલ મુરઝાઇ જાય
કળા પ્રભુની જગતજીવપર,હર મોસમે બદલાય
                                ……એક લહેર મોસમની આવે.
રહેમમળે ને વહેમજાય,જ્યાં પ્રભુપ્રીત મળીજાય
મારુતારુ પણ મટી જાય,ને સાચોસ્નેહઆવીજાય
પડેલ પાદડાં ધોવાઇ જાય,ને માંજર દેખાઇજાય
પ્રભાત પહોરે કળીયો જોતા,મન આનંદીત થાય
                                ……એક લહેર મોસમની આવે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

March 22nd 2009

શાણપણ એટલે…

                  શાણપણ એટલે…

 તાઃ૨૧/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

 શાણપણ એટલે
            સમયની સાથે ચાલો
            બાળપણમાં ભણી લો
            જુવાનીમા કમાઇ લો
       પ્રભાતે પરમાત્માને ભજી લો
                     મળેલ મહેનતથી જીવી લો
                     આશાને વિદાય દઇ દો
                     મોહ માયાને ત્યજી દો
                     અભિમાનને છોડી દો
           મેળવેલ જ્ઞાનને પચાવી લો
           સહવાસને પારખી લો
           સંતાનની ઉંમરને પારખી લો
           ડગલુ ભરતાં પહેલા વિચારી લો
                      પ્રેમ અને વ્યવહારને સંભાળી લો
                      મારું અને આપણુ બરાબર સમજી લો
                      ચાલ અને ચાહતને ઓળખી લો
                      અતિ અને અભિમાનને ત્યજી દો
મુંઝવણ અને મન પ્રભુ કૃપાથી જ ઉકેલાય છે તે જાણી લો.

——–________——–_______——–________——–______

March 22nd 2009

સાળંગપુરના હનુમાન

 
 
                         સાળંગપુરના હનુમાન

 

તાઃ૨૧//૨૦૦૯      શનીવાર        પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

સાળંગપુરથી કૃપા થઇ, ત્યાં બિમારી ભાગી ગઇ

શક્તિદાતા  પવનપુત્રની, શનીવારે જ્યાં પુંજાથઇ

                                         ……..સાળંગપુરથી  કૃપા થઇ.

પ્રેમ ભાવથી દીવો કીધો,ને દ્રઢ નિર્ણય કરી લીધો 

કૃપાપામવા અંજનીપુત્રની,મનથી ભક્તિ શરુકીધી

                                          ……..સાળંગપુરથી  કૃપા થઇ.

સિંદુર,તેલથી પુંજન કરી,મેં પ્રેમે તેલનોદીવોદીધો 

પરમકૃપાળુ,ભક્તિઆધારીનુ,શરણુ મેં માગી લીધુ

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

સુખ કર્તા,દુઃખ હર્તા,પ્રભુ રામના પણ છે વ્હાલા

માતા સીતાની પામી કૃપા, ભક્તિ ગંગામાં ન્હાતા

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

ભુત પ્રેત જગમાં ભગાડી,ભક્તિંમાં દેતા સાથ

આવશે આજે આંગણેમારે,શનીવારનો છેસહવાસ

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

ભાગે ભુત ને ભુવો ભાગે, જ્યાં ગદા દેખાઇ જાય

કેસરીનંદનની દયા મળે,જે ભક્તિ જગમાં ન્હાય

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

નમોહનુમંતે નમોહનુમંતે,કહેતાઆનંદ મનેથાય

ભક્તિમાં જેમળે દેહે,જગમાં તે ના કમાવાય

                                            ……..સાળંગપુરથી  કૃપા થઇ.

હનુમાનદાદાકે પવનપુત્ર,અંજનીપુત્રકે શનીશ્વરદેવ

જગમાં દીધા નામઅનેક,પણ ભક્તિમાંશક્તિછેએક

                                            ……..સાળંગપુરથી  કૃપા થઇ.

 

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++