મિથ્યા માયામોહ
મિથ્યા માયામોહ
તાઃ૪/૧/૧૯૮૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગુ શરણે નીશદીન તમને,
અંતરમાં બીરાજો બાપા જલારામ
મારુ મનડુ મળેલ તનડુ
અર્પણ તમને મળેલ આ જીવન
……..લાગુ શરણે નીશદીન તમને.
સાંજ સવારે સ્મરણ કરુ હું
દરેક કાર્યના પ્રારંભે નમુ હું
માનવ જીવન ઉજ્વળ કરવા
મિથ્યા માયા મોહ ને કરજો
……..લાગુ શરણે નીશદીન તમને.
માયા લાગી માઝા મુકી,
હાથ તમારો પકડી હુ દોડુ
શ્રધ્ધા શાંન્તિ મનને દેજો
કરજો પાવન ભક્તિ જીવન
……..લાગુ શરણે નીશદીન તમને.
પામી કૃપા વ્યથાથી મુક્તિ
ભક્તિ સંગે જીવન જીવુ હુ
પકડી હાથ દેજો હામ પ્રદીપને
કરજો નાશ્વત જગના બંધન
……..લાગુ શરણે નીશદીન તમને.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@