March 12th 2009

પુંજન અર્ચન

                                                   

                       

 

 

 

 

                      પુંજન અર્ચન

તાઃ૧૨/૩/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણું ખોલુ પ્રેમ ભાવથી, ભક્તિ પ્રેમનો રંગ
ઉજ્વળ ઉગે પ્રભાત આજે, પુંજન અર્ચન સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
પરમાત્માની પામવા કૃપા,હૈયે રાખુ સદા હેત
કંકુચોખા હાથમાં લઇને,કરું અર્ચના રાખી પ્રેમ
લાગણી રાખી ભાવના સાથે, અર્પુ હુ ગંગાજળ
લેજો સ્વીકારી દેજો હેત,રહી અમ જીવન સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
માનવજીવન મહેંકાવી, દેજો માનવતાનો રંગ
આવજોઆંગણે આવકારુ હું,ધરુ દીપજીવનીસંગ
વંદન કરતાં લાગણી માગું,મળ્યો માનવ જન્મ
પ્રભુ કૃપા પામવા કાજે, પ્રાર્થનામાં રહેજો સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
સકળ જગતના સર્જનહાર,કરુ વંદન નીજ દ્વાર
માગુ કૃપા સ્નેહભાવને,રહે પ્રેમ જગતજીવસંગ
ના માયા ના વળગે મોહ,રાખજો સ્વાર્થને દુર
આવજો વ્હેલા દેજોપ્રેમ,રહેજો અંતે મુક્તિ સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.

===================================