March 15th 2009

વૈદજી

                             વૈદજી

તાઃ૧૩/૩/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની મુંઝવણ નો રસ્તો, મુલાકાતે મળી જાય
શરીરની તકલીફનો રસ્તો, વૈદજીથી મળી જાય
                         ………આ તો આનંદ આપી જાય.
ઉઠજો વ્હેલા દાતણ પહેલા,લોટો પાણી પીજો અહીં
પેસ્ટબ્રશને દુર રાખો દાતણ દાંતમજબુત કરશેભઇ
                          ………એ તો આનંદ આપી જાય.
નાહી ધોઇ,પુંજા પતાવી,રસોડામાં નાસ્તો લેજો જઇ
ગરમ પાણીમાં ચમચો તજનો પાવડરને મધ પીજો
                           ……..ત્યાં તો શરીરે સ્ફુર્તી થાય.
ચા કે દુધ ગરમ લેજો, સાથે નાસ્તો માણજો ઘરનો
પછીએક કેળુ ખાજો,તો કેલ્શીયમથી ડૉક્ટરજશે દુર
                            ……આતો હાડકા થશે મજબુત.
શીયાળામાં શરદીની તકલીફમાં ઉધરસ ખાશો નહીં
સવારમાંઆદુનેધોઇ,મીઠુ ભભરાવીમુકજો મોંની મહીં
                            ……..આતો શરદી ભગાડી જાય.
દાંત દુઃખે કે સડે, લવીંગનો પાવડર દબાવજો તહીં
દરરોજસવારે ઠંડાપાણીની છાલક આંખમાંમારજો ભઇ
                            …….ત્યારે દ્રષ્ટિ સારી થઇ જાય.
શ્વાસની તકલીફ હોય તો,થાક લાગે તેવુ કરશો નહીં
સવારમા પથારીમા પલાંઠીવાળી પ્રાણાયામ કરજો
                            …….ત્યાં શ્વાસ સુધરી જશે ભઇ.
શરીરની શક્તિને સાચવવા,આડું અવળુ ખાશો નહીં
લૉજ કે હૉટલ દુર રાખીને, ઘરનુ સાત્વિક ખાજો સહું
                           ….ત્યાં સાત્વિક જીવન મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++