આવી એ ઘડી
આવી એ ઘડી
તાઃ૧૭/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો જીવનમાં જ્યાં લાગ્યો રંગ
આવી ગયો જીવનમાં ભઇ ત્યારનો ઉમંગ
મનમાં ના કોઇ વ્યાધિ મળતી
જીવને જગતમાં ત્યાંઅનંત શક્તિ મળતી.
…….ભક્તિનો જીવનમાં જ્યાં.
માળા રાખી હાથમાં ને હૈયે જલારામ
પળપળ મને વ્હાલી લાગતી સંગે સાંઇરામ
ભજન ભક્તિની પ્રીત છે જગે નિરાળી
ના જગમાં બીજી સાચી રીત છે આવી
ભક્તિભાવને પ્રભુપ્રીત મળે જગમાંજ્યારે
દ્વારખુલે ત્યાં મંદીરનાજ્યાં શાંન્તિ મળીજાય.
…….ભક્તિનો જીવનમાં જ્યાં.
દુર દીસે નહીં જગે પ્રેમના ડુંગર
માનવમનની પ્રીતસદારહે સંસારનીઅંદર
લાગણી પ્રેમ મળશે આ નાશ્વત જગે
મળશે મુક્તિ આ જીવને શાશ્વત જીવનથાશે
આજની આ ઘડીની પળપળને પારખી લેતા
જીવ જગતમાં ત્યારે પરદીપ બની મહેંકશે.
…….ભક્તિનો જીવનમાં જ્યાં.
++++++++++++++++++++++++++++++++++++++++++++