March 17th 2009

ઉજાણીનો આવરદા

                               ઉજાણીનો આવરદા

તાઃ૨૪/૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભઇ જીભ સળવળે મારી,જ્યાં સાંભળે નામ ઉજાણી
ના રાહ સમયની હુ જોતો, કેડ બાંધી તૈયાર રહેતો
                               ……. ભઇ જીભ સળવળે મારી.
કોણલાવશે શુ ને કોણલાવશે કેટલું તેવું વિચારુબહુ
ઉંધીયું આવશે યા ગોટા કે પછી લાવશે પાણીપુરી
ફાફડાઆવશે તો ચટણી મળશે કે પછી ટામેટાસુપ
મરચુ તળેલુ મળી જાય ત્યાં તો ગોટા લાગે અમૃત
                               ……. ભઇ જીભ સળવળે મારી.
હુ વિચારુ કે આજે છે શનીવાર છે ઉજાણી રવિવાર
આનંદમનમાં એટલો હતો કે ના માન્યો ના મનાય
સમયની સાથે ચાલતો જાણે હું મનમાંબહુ મલકાવુ
મળશે આનંદઅનેરો કાલે જે માણવા હું આજેતૈયાર
.                               …… ભઇ જીભ સળવળે મારી.
રવિવારની આજે લહેરથતાં હુ પહોંચીગયો સ્થળપર
સમયની હુંરાહ જોતો શોધુ મિત્રોના આગમનનીપળ
સાંજ પડી હુ એકલો રહ્યો સમજ્યો ઉજાણી ક્યાં ગઇ
હતી ગઇ કાલે ઉજાણી આજે ના આવે ફરી એ અહીં
                                ……. ભઇ જીભ સળવળે મારી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

March 17th 2009

કામ અને નામ

                              કામ અને નામ

તાઃ૧૬/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરશો સારાકામ કે જે જગમાં રાખે તમારુ નામ
જ્યાં મળશે તમને દામ, નહીં મળે ફરીએ કામ
                               ……કરશો સારા કામ કે જે.
મહેનત કરશો તનથી, ને રાખશો મનમાં હામ
સફળ થશે સૌ કામ,જ્યાંરહેશે સદાય હૈયે રામ
મળશે માન ને પ્રેમ જગે,જે રાખશે જીવે રહેમ
મનનીભાવના પુરણથશે,ને સહકાર રહેશે ક્ષેમ
                               ……કરશો સારા કામ કે જે.
મારુતારુ જ્યાં મટીજશે,ત્યાં થશે આપણુ કામ
બે હાથથી બહોળા થશે,જ્યાંમળશે સૌના હાથ
મુક્ત મનની મહેંક વધે,મળે હૈયે સૌને આનંદ
કામનામની નાવ્યાધી,ત્યાં દુઃખનેઆવે આંધી
                               ……કરશો સારા કામ કે જે.

———————————————