March 21st 2009

દયાળુ

                          દયાળુ

તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળે ભઇ શાંન્તિ,જીવનમાં આવે ઉજાસ
કરુણા સાગર છે દયાળુ,મુક્તિના ખોલે એ દ્વાર
                              ……..મનને મળે ભઇ શાંન્તિ.
ભજન ભક્તિનો સાથ, લાવશે જીવનમાં હાશ
મળશે જન્મને શાન, ન માગેલુ મળશે માન
સિધ્ધિના સોપાન ચઢતાં,રિધ્ધિ ખોલશે દ્વાર
જન્મ પામર મટી જશે, થશે સફળ અવતાર
                               …….મનને મળે ભઇ શાંન્તિ.
સાંભળીસંતની વાણી,જીવનમાંઆણી ઉજાસ
મળી જશે જીવને શાંન્તિ,રહેશેનહીંકોઇક્રાન્તિ
મહેંકમાનવતાની મળશે,દયાળુજ્યાંદયાદેશે
નામાગણી નાઅભિલાષા,થશેપુરી સૌ આશા
                               …….મનને મળે ભઇ શાંન્તિ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

March 21st 2009

ચાલ ચાલ.

                    ચાલ ચાલ.

તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળક ચાલે ચાલ ને પગલાં માંડે ચાર
માતાને હરખ ના માય,
                        જાણે જીંદગી થઇ ન્યાલ
                                      ……..બાળક ચાલે ચાર.
ડગમગ ડગલાં ચાર મુકે,ને આંગળી છોડે પળવાર
ટેકોદેતી માવડી વ્હાલથી,જાણેભવોભવથી હરખાય
                                      ……..બાળક ચાલે ચાર.
બારણું ખોલી ભણતરનું,ને ચઢે ભણતરના સોપાન
એક,બે કરતાં બાર વટાવી, કૉલેજના ખોલ્યા દ્વાર
                                     ……..બાળક ચાલે ચાર.
ચાર ડગલાં જીદગીમાં ચાલે,પળપળ ઉજ્વળથાય
કરવા સાર્થક જન્મને, ચાલે પાવન મનથી ચાલ
                                     ……..બાળક ચાલે ચાર.
મલ્યો જ્યાં સાથ સહવાસીનો, ભક્તિ લીધી સંગ
હૈયે ટાઢક મેળવી લેતાં, લાગ્યો જલાસાંઇનો રંગ
                                     ……..બાળક ચાલે ચાર.
સંસારની વાંકી ચુકી ચાલમાં,વરસો વીતી ગયા
પપ્પા,પપ્પાકહેતા પપ્પાપછી મળી દાદાનીહાક
                                     ……..બાળક ચાલે ચાર.
ચાલ ચાલતાં જીવનમાં,મળે માન,મહેંક ને પ્રેમ
થાયસફળ આ માનવજન્મ,ઉભરે લઇઅનંત હેત
                                     ……..બાળક ચાલે ચાર.

=========================================