સંસ્કાર
સંસ્કાર
તાઃ૨૮/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માન જગતમાં ના રહે અપમાનને કોઇ આરો
સાદુસાત્વિક ભક્તિજીવન જગતમાંએ સાચો પારો
…….મળે માન જગતમાં ના.
કોણ કોનુ ને કોણ મારુ એ તો છે પકડ જગતની
મોહ માયા ને લાગણી બની રહીએ કડી મગજની
વરસે વર્ષા પ્રેમની સાચી ના લાલચની કોઇરીત
માણે માનવજીવન સાચુ જ્યાં ભક્તિથી છે પ્રીત
…….મળે માન જગતમાં ના.
ભક્તિ પ્રેમમાં ના ઉત્તર કે ના દિશા કોઇ દક્ષીણ
પુર્વ પશ્ચીમ બનીજાય એ જ્યાં નમે તમારુ શીશ
સુરજદેવનુ આગમન મણાવે ઉજ્વળ માનવમન
નારહે અભિલાષા કે આશા રહેએ સંસ્કારની અંદર
…….મળે માન જગતમાં ના.
=======================================