March 29th 2009

ઉંમરની અદેખાઇ

                   ઉંમરની અદેખાઇ

 તાઃ૨૯/૩/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલુ માંડુ એક ત્યાં, મળે ના માતાનુ હેત
માંડવા એક ડગલુ મારે,લેવી લાકડીની ટેક
                            ……..ડગલુ માંડુ એક ત્યાં.
કુદરત કેરી કમાલમાં, જ્યાં ઉંમર હોય એક
મળે હેત ને મળે પ્રેમ, ડગલું માંડતા અનેક
બાળપણનીબહુ બલીહારી,નામાગેમળી જાય
નાનીનાની પગલી નિરખી,ઘરનાસૌહરખાય
                             ……..ડગલુ માંડુ એક ત્યાં.
એક,વીસ,પચાસવટાવતા,આવે લાકડીહાથે
દેખેત્યાંથી દુરજવાને તરસે,શબ્દો મળેઅનેક
માગણી મારે કમને કરવી, ના મળે કોઇ હેત
સૃષ્ટિ કેવીપ્રભુની,એકનેએંશીનીઉંમરમાંછેભેદ
                             ……..ડગલુ માંડુ એક ત્યાં.
બચપણ હુ મલકાતો,જ્યાંમળે મોટાનાઆશિશ
સાચા દીલથી મળી જાય,ત્યાં કૃપા મળેઅનેક
ઉંમરને ઓવારે આવતાં,પગે લાગી માગે હેત
હાથ મુકી માથે સૌના,વિનંતી કરતોરામને છેક
                              ……..ડગલુ માંડુ એક ત્યાં.
ઉંમર જ્યાંવળગે શરીરને,આધાર રાખવાઅનેક
બાળપણમાં વળગી રહે, ને એંશીએ ભાગે છેક
અદેખાઇ મનેમનથી આવે,કેમ ઉંમરમાં આભેદ
રામનામની લગની હવે,છુટીજાય આ જન્મેદેહ
                              ……..ડગલુ માંડુ એક ત્યાં.

++++++++++++++++++++++++++++++++++++++++