ઓ દુનીયાના દાતાર
Sunday, October 26th, 2008ઓ દુનીયાના દાતાર
તાઃ૨૫/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ દુનીયાના દાતાર,તમારી કરુ પ્રાર્થના લગાર
મારા હૈયે દેજો હેત, જગે જીવન કરજો મારુ નેક
……..ઓ દુનીયાના દાતાર
રોજ સવારે પુજન કરતો,ને અર્ચના કરતો લગાર
આત્મામાં મને પ્રેમદેજો,ને કરજો જીવનો ઉધ્ધાર
લગીર મને ના મોહ, દેજો શોધે તેને પ્રેમે અપાર
માયાના બંધન છોડીને,ગાવા છે જલાના ગુણગાન
……..ઓ દુનીયાના દાતાર
મનને શાંન્તી મળતી ત્યારે,જ્યાં પ્રભુ આરતી ગવાય
મંજીરા તાલમળે ઘંટડીથી,ને શબ્દ સ્વરે છે ગુણગાન
ધબકારાના સ્પંદનમાં ,જલાસાંઇ જલાસાંઇ સંભળાય
ઉજ્વળ જીવનદીસે જગતમાં,નેપ્રદીપ રમા હરખાય
……..ઓ દુનીયાના દાતાર
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



Powered By