May 6th 2007

સાતવાર

                                            સાતવાર

મે ૧૧,૨૦૦૬                                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતવારની સરળ વાત ભાઈ,ના તેમાં કોઈદ્વીધા ભઈ,
                      સોમવાર ને મંગળવાર, બુધવાર ને ગુરુવાર,
                                શુક્રવાર ને શનિવાર, અને અંતે આવે રવિવાર.
                                                               ……ભઈ અંતે આવે રવિવાર

અકળ જગતમાં માનવી જન્મે, સાતવારના વારે એક,
              જગતપિતાની લીલા એવી, મૃત્યુ પામે સાતવારના વારે એક.
                                                              ……ભઈ સાતવારના વારે એક

ના માયા ના મોહ પ્રભુને,અર્પણ સૌ જગતના જીવોને,
             ખેલ જગતનો હાથમાં તેના, તોય ના દીઠા પરમેશ્વરને.
                                                          ….ભઈ તોય ના દીઠા પરમેશ્વરને

કોણ કોનું ને કોણ મારું, જન્મની સાથે મને મળે,
              મૃત્યુ મળતાં જગમાં જીવને, કોઈ સંબંધ રહે નહીં.
                                                            ……..ભઈ કોઈ સંબંધ રહે નહીં

દેહ પડ્યો આ પૃથ્વી પર ,સગા સૌ વિદાય કરે,
              મળશે પંચભુતમાં ત્યારે,સગા સૌ વિસરી જશે.
                                                            ……ભઈ સગા સૌ વિસરી જશે.

જન્મદાતા ને દુઃખ હરતાં,પરમ કૃપાળુ  પરમાત્મા,
             આત્માતારો અમર થાશે, પ્રદીપ બની જો જીવી જશે.
                                                        ….તું પ્રદીપ બની જો જીવી જશે.

પળમાં સૌ તમને નમશે, જો પ્રેમ પ્રભુ પ્રત્યે હશે,
              જન્મ મરણના આ બંધનમાંથી,પ્રભુ તમને મુક્ત કરશે.
                                                           ….ભઈ પ્રભુ તમને મુક્ત કરશે.

                                    ————

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment