June 13th 2008

વિચારું કે…..

                   deli12june.jpg                        

…………………… . વિચારું કે…….
તાઃ૧૨/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, વિચાર મને કેમ આવે
સંકટનીજ્યાં સીડીજોતો ત્યાં,કેમમારીપાસે એ આવે
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
મુંઝવણ વધતી જાય મનમાં,જે કોઇને ના કહેવાય
સારુ નરસુ હુ વિચારતો, ને સુખદુઃખમાંય લપટાતો
…………………………………………………….ક્યાંથી આવ્યો.
દુઃખની જ્યારે સમીપ રહેતો, મનડુ મુંઝાઇ જાતુ
સુખની શૈયા શોધવા સારુ,મહેનત હુ ખુબ કરતો
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
લાગણી મનમાં ઘણી રહે પણ ઉભરો કદી ના લાવું
જાણી ગયો આ જગનુ જીવન,જે મીથ્યા મોહ લાવે
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
પાછળના હું જોતો જ્યારે,સોપાન આગળ ચઢીજતો
મનમક્કમ જ્યાંકરીલેતો,ત્યાં સુખનીલહેર મળીજતી
  ……………………………………………………ક્યાંથી આવ્યો.
પગદંડી છે એકલવાયી, પણ જલાબાપાથી પ્રીત
આનંદ લાવે હૈયે ત્યાં, જ્યાં આવી ભક્તિની રીત
……………………………………………………..ક્યાંથી આવ્યો.
ભોલેનાથની કૃપા પામવા, હર હર ભોલે ભજતો
સંસારની ઝંઝટથી છુટવા,હું ભક્તિ મનથી કરતો
……………………………………………………..ક્યાંથી આવ્યો.
જન્મ મરણ કેમ જીવને વળગે,સૃષ્ટિ કેમ અનેરી
માનવ માત્ર ચિંતીત હૈયે,જ્યાંત્યાં જગે કેમભટકે
……………………………………………………..ક્યાંથી આવ્યો.

++++++++++++++++++++++++++++++++++++++++++