June 25th 2008

ભુતપલીત

                     ભુતપલીત

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે અલખ નિરંજન, છે તપેલીમાં ત્રણ જણ
બોલો ભુત ભયંકર ભટકતા આવ્યા છે અંદર
કરુ જંતર મંતર  ચપટી વગાડી ભગાડું બંદર
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

જ્યાં નાકોઇ આરો કે કોઇ કિનારોત્યાં બનુસહારો
છે નેક અમારો સદાઇરાદો પડે લાઠી ભુતભગાડું
ધુણી ધખાવી ભુતનસાડુ,મરચુ નાખી હું નચાવુ
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

મોરપીંછ પછાડું ને મરચુ નાખી મંત્રો હું ઉચ્ચારું
બુમોપાડી સોટીપછાડું ને શરીરને હું પીંખીનાખું
આવીગયુ મારાએહાથે ફરીનાઆવે કદી આ દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

પકડ્યા વાળ ને ઝાપટ્યો બૈડો બુમો ભુત પાડે
જુવોજુવો આ મૈલીશક્તિ ના ઉભીરહે અહીં હારે
ડમ ડમ વગાડું ડમરુ હાથે ત્યાં કોઇ નારહે દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

અલખ નિરંજન (૨) બોલતો જ્યાં ભઇ હું હાલુ
ભુતભાગે પલીત પણ ભાગે કદી નઆવે સામે
ત્રણભાગે ને તેરપણ ભાગે સાંભળી મંત્રો મારા
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

************************************

June 25th 2008

મેઘધનુષ

                         મેઘધનુષ

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતરંગનો સથવારો લઇ એ આવે આકાશે
પૃથ્વી પરના સ્નેહ સંબંધમાં પ્રેમને રેલાવે
  ………………………………એતો સાત રંગ લઇ આવે..(૨)
સફેદ રંગમાં લહેરાતી મસ્તી જગમાં ઝાઝી
શાંન્તિનો સંદેશો દેતોને માનવતા મહેંકાતી
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લાલરંગની મૃદુતા ભઇ ભક્તિએ પ્રેમલાવે
કંકુચોખા સાથે લેતાં પ્રભુથી મન મલકાવે
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
પીળા રંગની પાવકતા હળદર કરાવી જાય
પીઠીચોળતા માનવદેહ પવિત્ર બનતો જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
ભુરા રંગના ભેદભરમ ના સ્નેહ ઉભરાઇ જાય 
માનવતાનીમહેંકથી આજેમનડું મલકાઇ જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લીલારંગથી શાન્તિમળતી આંખોઉજ્વળથાય
પગલાં પડતાં લીલોતરીમાં દેહ સુદ્રઢ થાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
કેસરી રંગથી જીવનમહેંકે ને પવનપુત્ર થવાય
ના મનમાં વ્યાધિ રહે ને દેહ આનંદે ઉભરાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
વાદળી રંગનું વાદળુ જ્યાં તેજ દીને દેખાય
ઉજાસના અજવાળે ભઇ જીવન ઝુમતું જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)

—————————————————