June 18th 2008

જંગલમાં મંગલ.

                         જંગલમાં મંગલ
તા૧૮/૬/૨૦૦૮………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

જંગલમાં મંગલ થાય ને આનંદ હૈયામાં થાય
…………….મલકાતા મનડા આજ, જીવન જીવવાને કાજ
હૈયાને મળતી હામ, કૃપાજલાની મળતી આજ
…………..માનવતાની મહેંક જ્યાં.મહેકે,મળે સૃષ્ટિનો સાથ
અગમનીગમના ભેદ ખુલેને.થાય પ્રભુથી પ્રીત
……………આત્માની ઓળખાણ થાય ત્યાં છુટે જગની.રીત
જંતરમંતરનીજ્યાંપડેચોકડી,ભુતપલીત દેખાય
……………સાથ ના રહે હેત પ્રેમ ત્યાં,મળે ઇર્ષાનેસાથે દ્વેષ
સમયની સાથે ચાલતી નૈયા,હાલમ ડોલમ થાય
…………..મનમાં નારહે ક્યાંય હેતભાવ ને સદાદુખીદેખાવ
આવતી ઝંઝટ સામેચાલી,સુખ શોધતામળે દુઃખ
…………..ના આરો કોઇજોતા થાયમનમાં વ્યાધીઓઅપાર
સર્જનહારની અકળલીલા નાકોઇશક્યું છેજાણી
…………..ના અણસાર મળે કે નથી સાંભળી પ્રભુની વાણી
મનમાં હેત હશે મંગલકારી,તો જંતર નહીં દીસે
………….પરમાત્માની કૃપા પામી ને સૃષ્ટિથી જીવન દીપે

________________________________________