June 8th 2008

મારા પિતાજી

pappa-dipal.jpgpitaji.jpg                              

 

                        મારા પિતાજી     ( My વ્હાલા Dad)

૨૮/૫/૨૦૦૮                                                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

          અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું.  ગામના  સાર્વજનીક મેદાન પર અમે રમતા હતા તે દરમ્યાન સામેની ટીમના એક   મારવાડીના છોકરાને ખોટી રીતે નાની બાબતમાં ઉશ્કેરાઇ જઇ ઝગડો કરતા અમે ચારપાંચ ભાઇબંધોએ ગડદાપાટુ અને સોટીઓથી ખુબ માર્યો જે છટકીને તેના ઘેર નાસી ગયો. રવિવારની સવારમાં દસના આરસામાં અમે બધા રમતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.અમેતેને મારીને ઘેર દોડી આવ્યા. આની  જાણ ઘરમાં કોઇને કરી ન હતી. હું ઘરમાં કાંઇજ કહ્યા વગર સીધો ચુપ હતો. ત્યાં અચાનક બુમ બરાડાને અવાજ સંભળાતા ધીમે રહી બહાર ડોકાતા પેલા મારવાડી છોકરાએ મારી તરફ આંગળી ચીધી કહે પેલો રહ્યો અને હું સંતાવા ઘરમાં દોડ્યો ત્યાં મારા પિતાજી બહાર જોવા આવતા કંઇ બોલે તે પહેલાં એક નાનો  પત્થર સીધો કપાળે વાગ્યો. મારા પિતાને મેં પડતા જોયા પણ ……
           મારા સ્કુલના દિવસો મને આજે પણ યાદ આવે છે. હાઇસ્કુલના દિવસોમાં ભણવાનું થોડું અને રમવાનું વધારે હતું.  ભણવામાં ભલે હું થોડો પાછળ હતો પણ ભાઇબંધોમાં વધારે ગુંથાઇ રહેવુ, ખાવાના સમયે ના ખાવું અને પછી મોડા આવી દાદાગીરી કરવી આ મારો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો.ઘણી વાર મારા માતા મને કહેતા બેટા રમવામાં સમય બગાડ્યા કરતાં તું કાંઇક શીખીશ તો તું આગળ આવીશ અને તારા પિતાજીને પણ આનંદ થશે કે મારો પ્રદીપ હોશિયાર થાય છે અને ડાહ્યો પણ.  સ્કુલમાં હું લેશન ના લઇ ગયો  હોઉ ત્યારે સાહેબ મને સહીં કરાવા કાગળ આપે તે હું તેમને ના બતાવું અને મારી  મમ્મીને સહી કરવા કહું અને તે મારા પિતાજી વતી સહી કરી અને લખે પ્રદીપના પિતાજી બહાર ગામ ગયા છે તેથી હુ સહી કરું છું.થોડા ઘરના કામને કારણે તે લેશન કરી શક્યો નથી તો તેને માફ કરશોજી.
              મારા પિતાજી અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાત કૉલેજમાં હૉકી ટીમના કેપ્ટન હતા.તેઓ જ્યારે મહારાષ્ટમાં રમવાગયેલા ત્યારે ગુજરાતની ટીમ તે મેંચ જીતીને આવી હતી. એટલે મારા પિતાજી શરીરે ખડતલ હતા.  રમતગમતમાં અને ભણવામાં આગળ હતા.આને કારણે અમે બધા જ ભાઇઓ શરીરે ખડતલ. હું પણ ગુજરાત રાજ્યમાં દોડ, ઉંચો કુદકો અને ક્રીકેટમાં ઓલ રાઉન્ડર હતો. આમ મારા પિતાજી એ અમારા જીવનમાં સર્વસ્વ છે. મારા શોખને કારાણે હું કૉલેજમાં કે જાહેરમાં કાર્યક્રમ કરુ તે તેમને ગમતુ નહીં.કારણ ભણવામાં ઓછુ ધ્યાન અપાય તેથી તે ધણી વખત પ્રેક્ટીસમાંથી મોડો ઘેર આવું તો મને વઢે.  મારી બા ત્યારે ઉપરાણું પણ લે. એક  વખત ટાઉનહોલ માં  જાહેર કાર્યક્રમ હતો તેમાં આખા ભરાયેલ હૉલમાં ફીલ્મી કલાકારોને લઇને કાર્યક્રમ નિયામક તરીકે બધાની ઓળખાણ આપી અને બધાની સાથે મારું પણ સન્માન થયું જે વખતે મારા માતાપિતા અને ભાઇ પ્રેક્ષક તરીકે મે વિનંતી કરી હતી તેથી હોલમાં બેઠા હતા. આ પ્રસંગ પછી મારા પિતાએ મને જાહેર પ્રોગ્રામો માટે કદી રોક્યો નથી કારણ તેમણે જોયુ કે હું મારામાં રહેલી કલાનો વિકાસ કરુ છું.
                 મારા પિતા એ મારે માટે સર્વસ્વ છે કારણ તેમણે મને સંસ્કાર, સ્નેહ, ભક્તિ અને પ્રેમ આપ્યા છે જે મારા જીવનના પાયામાં છે. જે મારા ઉન્નતજીવનની છત્રછાયા છે. હું મારા પિતાને હંમેશા વંદન કર છુ અને આજે પણ જ્યારે ફોન કરુ ત્યારે સૌથી પ્રથમ જય જલારામ કહુ છું.કારણ મારા માતાપિતાના સંસ્કારથી મને ભક્તિ મળી અને પું જલારામ બાપા જેવા સંસારી સંતની કૃપા અને સહવાસથી મારું જીવન ભક્તિ અને માનવતાથી મહેંકી રહ્યુ છે તેમ લાગે છે.

June 8th 2008

મનન.

                                મનન.
તાઃ૭/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.

વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.

ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.

કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.

સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.

મુક્તિ પામવાની બે રીત
એક દેહ પાવન થાય બીજો છુટકારો થાય.

ભક્તિના બે રુપ છે
એક સંસારી ભક્તિ ને બીજી સંતની ભક્તિ.

કોઇપણ વસ્તુ મેળવવાની બે રીત છે
એક તમારી લાયકાત બીજો પુરુષાર્થ.

લાગણી ના બે સ્વરુપ
એક ભારતીય અને બીજી અમેરિકન.

——————————————–