June 11th 2008

જરુર નથી.

                                    જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮
…………………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
  • માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
  • બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
  • ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
  • લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
  • ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર નથી.
  • દીકરાની વહુનો છણકો સાંભળવાની કોઇ જરુર નથી.
  • સાચી ભગવાનની સેવા ઘરમાં થાય છે બહારજવાની કોઇ જરુર નથી.
  • દેશમાં એક ધર્મના જુદા જુદા ફાંટા કરવાની કોઇ જરુર નથી.
  • જ્યાં ઘરમાં જ ભક્તિ થતી હોય ત્યાં મંદીરો પાછળ ખર્ચાઓની કોઇ જરુર નથી.
  • એકજ ગામમાં એકજ સંપ્રદાયના જુદાજુદા મંદીરો કરવાની કોઇ જરુર નથી.
  • ભગવું ધારણ કરેલ સાધુને સેલફોનની કોઇ જરુર નથી.
  • સત્ય સ્વીકારી જીવનારને ભટકવાની કોઇ જરુર નથી.
  • જન્મ મળેલ છે તેણે મૃત્યુથી ડરવાની કોઇ જરુર નથી.
  • સંતાનોનો સાચોપ્રેમ તેમનાલગ્ન બાદમાબાપને જોવા મલે છે જે કહેવાની કોઇ જરુરનથી.
  • માની આંખ ખુબ આનંદ થાય ત્યારે અને સંતાન તરછોડે ત્યારે ભીની થાય જે કહેવાની જરુર નથી.

<<><<<<<><<<<<<<<<<<><<<><><<><><><<<<><><><><<<<><><<<<><><<

June 11th 2008

ભજન,ભક્તિનો એક રંગ

                            ભજન 
                       ભક્તિનો એક રંગ 
તાઃ૧૦/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતે  જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
  ………………………………………………………ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
 ………………………………………………………ભજન છે ભક્તિનો 
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
  …………………………………………………… ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
……………………………………………………..ભજન છે ભક્તિનો
“““““““““““““““““““““““`