June 26th 2008

અજાણતા

                      અજાણતા

તાઃ૨૬/૬/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
……………………………..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર

મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
………………………………અજાણતા મળ્યો જલાનો અણસાર.

આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.

સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.

આવ્યા આંગણે સાધુનેસંતો લઇ ભક્તિનો ભંડાર
ઉજ્વળમાનવજીવનલાગે જ્યાં ભક્તિમળે લગાર
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.

અંતરમાં ઉર્મીઓજાગે ત્યાં ભાગે તકલીફો અજાણ
સાચોસ્નેહ ને મળશેપ્રેમ રાખશો પ્રભુથીપ્રેમ લગાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.

############################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment