February 22nd 2009

મહા શિવરાત્રી

                  

                         મહા શિવરાત્રી

તાઃ૨૨/૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલેમહાદેવ બોલો બમબમ ભોલે મહાદેવ
હર હર ભોલે મહાદેવ  બોલો હર હર  ભોલે મહાદેવ
ૐ નમઃ શિવાય બોલોં નમઃ શિવાય ભોલે નમઃશિવાય
                                  ……..બમબમ ભોલે મહાદેવ.
મહા શિવરાત્રીના પવિત્ર દીને, ડમરુ ડમડમ થાય
શંખનાદની સરીતામાં,જ્યાં મૃદંગ તાલ લઇનેઆવે
ભોળાનાથના તાંડવમાં મસ્ત માનવમન થઇ જાય
આવે આજે મધુર મહેંક લઇ માપાર્વતીજી પણસાથે
                                     ……..બમબમ ભોલે મહાદેવ.
ભુત પલીતની ટોળી આવે, સાથે સર્પ તણો ભંડાર
મુક્ત મને નાચે સૌ આજે, ગાય શુભરાત્રીના ગાન
બમબમ ભોલે કરતા ભક્તો, ભાંગ પીને મસ્ત થાય
ચંન્દ્ર શીરે લઇને શીવજી આજે,ગંગાધારી થઇ નાચે
                                      ……..બમબમ ભોલે મહાદેવ

————————————————–
         આવતી કાલે તાઃ૨૩/૨/૨૦૦૯ ને સોમવારના મહાશિવરાત્રીના પવિત્ર દીવસે
શ્રી શંકર ભગવાનના ચરણમાં ભક્તિ ભાવથી આ પર્વ પ્રસંગે કાવ્ય અર્પણ.

લી.પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ તાઃ૨૨/૨/૨૦૦૯

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment