May 3rd 2009

વળગે લફરાં

                વળગે લફરાં 

 તાઃ૩/૫/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

લફરાં લટકે છે ચાર, જગમાં શોધે સુખ અપાર
નામળે જ્યાં સાચોપ્યાર,ત્યાંથઇજાય તે બહાર
                              …….લફરાં લટકે છે ચાર.
એક લફરુ છે માયાનુ,જે કાયાને વળગી જાય
ફાંફમારી શોધે જ્યાંએક,ત્યાંમળે લફરાં બેચાર
                              …….લફરાં લટકે છે ચાર.
લફરું બીજુ સંબંધતણું,જે બહાર ફરે મળી જાય
આવી ઉભુ જ્યાં બારણે,ત્યાં ઉજાગરાથઇ જાય
                              …….લફરાં લટકે છે ચાર.
ત્રીજુલફરું તડફડતુ,ક્યાંક મુસાફરીએ મળીજાય
આંખમારતાં એમળી જાય,ત્યાં બૈડેએ પડીજાય
                              …….લફરાં લટકે છે ચાર.
લફરું મળે જો ભક્તિનુ,સાચા રસ્તે તે લઇ જાય
જીવને લફરુ નામળે,ત્યાં ઉધ્ધાર આજન્મે થાય
                               …….લફરાં લટકે છે ચાર.

++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment