October 11th 2009
શિયાળાની શીતળતા
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનની મીઠી લહેર મળે,ને ઉમંગ આનંદ વિભોર
હૈયે ઉભરે હેત કુદરતથી, એ છે શિયાળાની પહોર
……પવનની મીઠી લહેર મળે.
પંખીડાનો મીઠો કલરવ, ને ફરર ફરર ઉડતા જાય
ચકલીની ચીંચીં સંભળાય,ત્યાં કોયલનો ટહુકોથાય
મધુર પવન મહેંક લાવે,જે જીવનને મહેંકાવી જાય
કરુણા માનવીપરપ્રભુની,મહેનતથી જીવન હરખાય
……પવનની મીઠી લહેર મળે.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,સુર્ય કીરણથી મેળવાય
કોમળતા કીરણોની અવનીએ,પ્રભાતે પામી લેવાય
ઠંડોપવન ને ઠંડી લહેર,જગતજીવને શાંન્તિ દેવાય
મળી જાય પ્રેમ કુદરતનો,ત્યાં જીવન પાવન થાય
……પવનની મીઠી લહેર મળે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 11th 2009
અત્યારના યુગમાં થયેલા અનુભવને કાવ્ય સ્વરુપ આપેલ છે.
સત્યતાની સાંકળ જોતા આ પ્રેરણા થઇ છે.
કળીયુગમાં રસ્તો
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગામમાં કોઇ પુછે નહીં,ને શહેરમાં ના કોઇ જાણે
દેશની વાતતો નામનાય,ને જગતે સ્વપ્નુ લાગે
……..ગામમાં કોઇ પુછે નહીં.
ભણતરમાં નામગજ દોડ્યુ,ને ના સમજ કોઇ આવી
પાટી પેન પકડી હાથમાં,પણ અંતે મતી ના માની
કર્યો પ્રયત્ન માબાપે ખુબ,પણ ના બુધ્ધી કંઇ ચાલી
ગામમાં કોઇ ના રહેતા આરો, હું મુંઝવણમાં મુઝાયો
……ગામમાં કોઇ પુછે નહીં.
સોપાન મળ્યા ભણતરના,પણ ના મેળ પડે નોકરીનો
નાખી અરજી ઘણીજગાએ,તોય નામળી કોઇ નિશાની
મહેનત મનથીય કરી ઘણી,ને આંખમાં આવ્યા પાણી
મુંઝવણ જીવનને વળગીગઇ, ઉંમર પણવધતી ચાલી
………ગામમાં કોઇ પુછે નહીં.
ધાર્મીક સ્થાનની મુલાકાતે,એક મનમાં સમઝણ આવી
સફેદકપડાં પહેરી લેતાં,સમજી લીધો એક સરળ રસ્તો
ના ભણતર કે નોકરીનીચિંતા,દમડી સૌ આવીદઇજાય
ભગવુ મળતા સેવક મળે,ને લહેર જીવનમાં થઇ જાય
………ગામમાં કોઇ પુછે નહીં.
===================================.
October 11th 2009
ભુખ
તાઃ૧૦/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની સીડી ગુરુથી,જેની ભુખે વિદ્યા મળી જાય
મહેનત મનથી કરતાંસાચી,ભવિષ્ય ઉજ્વળ થતું જાય
ના ચિંતા દેહને જગમાં,કેના કોઇ તરફ હાથ લંબાવાય
……..દેહ મળે અવનીએ જીવને.
પ્રેમ મળ્યો જ્યાં માબાપનો, ત્યાં બાળપણ મહેંકી જાય
ભણતર એ ચણતર જીવનનું,આશીશ ગુરુજીની લેવાય
જન્મમરણના બંધન છોડવા,ભક્તિની ભુખ લાગી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જ્યાં સંતોની સેવા થાય
……..દેહ મળે અવનીએ જીવને.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦