November 22nd 2009

દીકરી-વહુ

                                દીકરી-વહુ

તાઃ૨૧/૧૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારીના આ બે સ્વરૂપથી,સંસારમાં મહેંક આવી જાય
એકને વિદાયદેતા,બીજાનેસ્વીકારતાઆંખોભીનીથાય
                             ……..નારીના આ બે સ્વરૂપથી.
કુદરતની કૃપા થતાં,જગમાં મળે જીવને માનવજન્મ
સમજ વિચારને સંસ્કારમાં,જીવ તણા બંધન છે કર્મ
મહેંક મહેકતા જીવનમાં,ગૃહસંસાર જીવનમાં  સંધાય
પતિપત્નિના ઉજ્વળ પ્રેમમાં,સંતાનથી જીવ બંધાય
બાળકનીપગલીમાણતાં,માબાપને ઉજ્વળકાલદેખાય
દીકરો દર્પણ બની રહેશે,ને દિકરી સંસ્કારનો અરીસો
                         ……… નારીના આ બે સ્વરૂપથી.
સમયની પકડી ચાલચાલતા,જીવનમાં ખુશી મળનારી
આજકાલની મંજીલ છેનિરાળી,સમજે તેને સુખ દેનારી
સંતાનના પાયાને પકડી,જ્યાં માબાપ બતાવે છે કેડી
આગળ ચાલતા દીકરાને,ત્યાંપત્ની મળી ફેરા ફરીજાય
પતિનાપગલા પારખી ચાલતીદિકરી લગ્ને વિદાયથાય
સૃષ્ટિનોસહવાસ જગતમાં,બન્ને સ્વરૂપે આંખો ભીનીથાય
                            ………નારીના આ બે સ્વરૂપથી.

***************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment