November 29th 2009

મગનનું લગન

                       મગનનું લગન

 તાઃ૨૮/૧૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ઢોલ નગારા વાગે,ને સાથે ગામ લોકો સૌ નાચે
શરણાઇનાસુરપણસાજે,મારા મગનનુ લગનછે આજે
                            મારા મગનનુ લગન છે આજે
                              ………..અરે ઢોલ નગારા વાગે.
ગામની છોકરીઓ ગરબે ઘુમતી,ને છોકરાં રાસ રમતા
અરે જુવાનીનુ જોર દેખાતું,ને સૌ મનદઇ પ્રસંગ મ્હાણે
મારો પોયરો બુધ્ધી વાળો,ભઇ શહેરની પોયરી લાવ્યો
ના મટકા કે ના લટકા જોયા,સંસ્કાર ભરેલીલઇ આવ્યો
                          એવા  મારા મગનનુ લગન છે આજે
                                       ………..અરે ઢોલ નગારા વાગે.
માની લીધી લાગણી પેલી,ને વ્હાલ લીધો દાદાદાદીનો
પગે લાગતો આવી જ્યારે,ઉભરો દીલનો આવતો દોડી
પોયરા મારાએ પ્રેમ લીધો,જે માગે જગમાં ના કોઇથી
ગાંમ આખુ આવ્યુ આજે,માણવા લગન મગનનુ જલ્દી
                        વ્હાલા મારા મગનનુ લગન છે આજે
                                 ………..અરે ઢોલ નગારા વાગે.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment