March 6th 2010

ભક્તિનુ માપ

                         ભક્તિનુ માપ

તાઃ૬/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જાય માયા જ્યાં જગની,દેહને આનંદ થાય
કુદરત કુદરત કરતો માનવી,જગમાં જ ભટકી જાય
                      ……….મળતી જાય માયા જ્યાં.
બાળપણની ભઇ લીલા એવી,જે માબાપથી દેખાય 
મળે દેહને પ્રેમ નેસંસ્કાર,ઉજ્વળ જીવને દોરી જાય
ભક્તિ કેરી દોરી દેતા જીવને,અનંતકૃપા મળી જાય
જન્મ સફળ થઇજાય જીવનો,જ્યાં કર્મ પાવન થાય
                      ………..મળતી જાય માયા જ્યાં.
જન્મમૃત્યુનો સંબંધ ન્યારો,નાજગે કોઇથીએ છોડાય
ભક્તિ સાચી થાય અંતરથી,ના દેખાવની કોઇ રીત
કર્મ બંધન સાથે ચાલી જગમાં,રાખો ભક્તિનો સંગ
મળી જાય કૃપાપ્રભુની દેહને,જન્મ સાર્થક થઇ જાય
                      ………..મળતી જાય માયા જ્યાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment