મુક્તિનો સંકેત
મુક્તિનો સંકેત
તાઃ૧૭/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જન્મ મળે જીવને,ત્યાં દીસે મુક્તિના દ્વાર
ભક્તિ સાચી પારખી લેતા,તક મળે ના વારંવાર
………માનવ જન્મ મળે જીવને.
શરણુ પ્રેમથી પામીલેતાં,અનંત શાંન્તિ મળી જાય
માયામોહના જ્યાં બંધનતુટે,ત્યાં જીવ જગે હરખાય
અમૃતતણા એક ટીંપાએ,જીવને મુક્તિ એ લઇ જાય
આગમન વિદાયના તુટે તાંળા,પ્રભુ કૃપા મળી જાય
………. માનવ જન્મ મળે જીવને.
આજ કાલના મોહ ખોટા,ના સમયને પકડી લેવાય
ઉંમરનાઓવારા જગે એવા,જે જીવને લટકાવીજાય
કળા જગતપિતાની ભટકાવે,જે ભક્તિએ ભાગીજાય
મળીજાય કૃપા કરતારની,મુક્તિનો સંકેત મળીજાય
………..માનવ જન્મ મળે જીવને.
++++++++++++++++++++++++++++++++++