April 14th 2011

કેમ કહેવાય

                               કેમ કહેવાય

તાઃ૧૪/૪/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતીને મળતી ગતી જગતમાં,ના કોઇથીય છોડાય
ગબડે જીવન ગાડી પાટેથી,એ કોઇનેય કેમ કહેવાય
                          ……….મતીને મળતી ગતી જગતમાં.
નિર્મળતાને ફેંકીને દુર,કળીયુગમાં દેખાવને પકડાય
સમજે જાણે મળશેમાનવતા,પણ કેમ કરી મેળવાય
હૈયાની આ સમજણ ખોટી,જે અધોગતીએ લઈ જાય
પડે જ્યાં પાટુપરમેશ્વરનું,ત્યાંજ મંદમતીએ સમજાય
                           ……….મતીને મળતી ગતી જગતમાં.
અજબઅનોખી રીત પ્રભુની,સમયે સમયે સમજાય
મતી સાચવી માયાછોડતા,મોહ પણ ભાગીજ જાય
સમજીને એક પગલું ભરતાં,બીજુ સાચવીને ભરાય
મુરખ આવી બારણે બોલે,સાચી વાત કોને કહેવાય
                       ……….મતીને મળતી ગતી જગતમાં.

====================================