મસ્તી કુદરતની
મસ્તી કુદરતની
તાઃ૨૨/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર શીતળ વાયરો વાય,ને પ્રભાતપણ ઉજ્વળ હોય
જીવ તરસે જન્મઅવનીએ,જ્યાં કુદરતની મસ્તી હોય
………….મધુર શીતળ વાયરો વાય.
કોયલ દે અણસાર જીવને,મધુર સુરથીજ એ ઓળખાય
મંદ પવનની ગતીમાણતાં,ઉજ્વળ સવાર આ થઈજાય
નિર્મળ એવી મતી બને દેહની,જે નિર્મળતા આપીજાય
પ્રભુ કૃપાને પામતા જગ પર,આ જન્મ સફળ થઈજાય
………….મધુર શીતળ વાયરો વાય.
એક લહેર વાયરાની મુખ પર,પ્રેમથી બચી કરી જાય
બચપણ યાદ આવે દેહને,જે માના પ્રેમથી મેળવાય
મનને શાંન્તિ ને તનમે શાંન્તિ,ચારેકોર એ વસીજાય
મળીજાય આમસ્તી કુદરતની,જે સ્વર્ગસુખ દઈ જાય
………….મધુર શીતળ વાયરો વાય.
===============================