April 18th 2011

બાહુબલી હનુમાન

                                બાહુબલી હનુમાન

તાઃ૧૮/૪/૨૦૧૧                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ દીવસ એ ભક્તનો આજે,જેણે ભક્તિ મનથી લીધી
પ્રભુ રામનામની માળાજપતાં,ઉજ્વળ કેડી જીવને દીધી
                         …………..જન્મ દીવસ એ ભક્તનો આજે.
બાહુ બળને સમજી વાપરવા,જગમાં ગદા હાથમાં લીધી
જગતપિતા પરમાત્માને મળેલી, લાચારીને જકડી લીધી
રામનામના પત્થરને તારીને,સાચી ભક્તિ દર્શાવી દીધી
ગળ્યો સુરજ બાળપણે જ્યાં,ઓળખાણ જગતે જોઇ લીધી
                        ……………જન્મ દીવસ એ ભક્તનો આજે.
શ્રધ્ધાનો અણસાર દેવા જગમાં,પવનપુત્ર એ બની ગયા
મળતા અવની પર આ દેહે,માતા અંજલીની કુખ ઉજાળી
રામનામને સાર્થકતા દેવાને કાજે,લંકાપતિથી ભીડ લીધી
લાવી સીતાજી માતાને પાછા,પ્રભુરામની કૃપા જગે દીધી
                         …………..જન્મ દીવસ એ ભક્તનો આજે.
ચૈત્રમાસની સુદ પુનમ આજે,બજરંગબલીનો છે જન્મદીન
સિંદુર સહિત તેલ સ્નાનકરાવી,મનથી બોલો બજરંગબલી
મળશે શાંન્તિ મેલી શક્તિથી,જ્યાં તેમની દ્રષ્ટિજ દેહેપડી
બજરંગબાણ ને ચાલીશાકરતાં,મળેતીદેહની પનોતી ટળી
                       …………….જન્મ દીવસ એ ભક્તનો આજે.

++++++++++++++++++++++++++++++++++++++
જય જય હનુમાન,જય બજરંગ બલી,જય જય બાહુબલી હનુમાન