April 30th 2011

ઝાકળ બિંદુ

                         ઝાકળ બીંદુ

તાઃ૩૦/૪/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમૃતનો આભાર માની,જગે માનવી થઈને જીવાય
ઝેરનાસાગરમાં પડતાં,અમૃત ઝાકળ બિંદુજ કહેવાય
                                 ……….અમૃતનો આભાર માની.
અપારલીલા કુદરતનીન્યારી,ના કળીયુગમાં સમજાય
આડીઅવળીવાત મનાવી,જગમાં જેમતેમ જીવીજાય
સત્યનો સહારો નાલેતાં,જીભે અસત્ય જ ઉભરાઇ જાય
ટકોર મળતાં સત્યની દેહને,મળેલ જીવન સુધરી જાય
                              ………….અમૃતનો આભાર માની.
સત્યની આ અણસારી દુનીયા,નિર્મળતા વહાવી જાય
મળે માનવતા આ યુગમાં,ધારી સફળતાય મળી જાય
પ્રભાત પ્રેમની પામવાજગમાં,નિર્મળ પ્રેમ આપી જાય
સંધ્યાકાળે મળે સહારો,જે આ જન્મ પાવન કરીજ જાય
                                ………….અમૃતનો આભાર માની.
માણીલીધો જ્યાંમોહને,ત્યાં આમન આકુળ વ્યાકુળ થાય
નામળે સહારો શોધતાં જગમાં,એ નિર્બળતા આપી જાય
લઈને આવે ખુશાલી જીવનમાં,જે ઉજ્વળતા દઈને જાય
પ્રેમનુ એક ઝાકળ બિંદુમળે,જીવન આ ઉજ્વળ થઇ જાય
                                 ……….. અમૃતનો આભાર માની.

================================