April 21st 2011

મોરની લીલા

.

.

.

.

.

.

.

.

                    મોરની લીલા

તાઃ૨૧/૪/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટહુકો સાંભળી મોરનો આજે,મને હૈયે આનંદ થાય
જોઇ અજબ લીલા મોરની,પ્રભુને પ્રેમે વંદન થાય
                   …………ટહુકો સાંભળી મોરનો આજે.
દીધા પ્રભુએ પીંછા દેહે,જે ઢાલ કાયાની બની જાય
ઉભરો આનંદનો દેખાઇજાય,જ્યાં મુક્ત મને ખેલાય
મીઠી લહેરમળે પવનની,ત્યાંજ અનંત આનંદ થાય
આંખોમાં આનંદ દેખાતા,જીભે કુઉ કુઉનો ટહુકો થાય
                      ………..ટહુકો સાંભળી મોરનો આજે.
કુદરતનો ત્યાં સાથ મળે,જ્યાં માનવ થઈ જીવાય
સ્નેહપ્રેમને પકડી ચાલતા,દેહે સૌનો પ્રેમ મળીજાય
પ્રાણી પશુને પારખીલેતાં,આ જન્મસફળ પણ થાય
અજબલીલા કુદરતની છે,જે મોરની લીલાએદેખાય
                     ………..ટહુકો સાંભળી મોરનો આજે.

**********************************

April 21st 2011

લહેર

                                લહેર

તાઃ૧૧/૩/૨૦૧૧         (આણંદ)         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા જગતમાં,દેહ મળતાં જીવને દેખાય
લેણદેણની એક લહેરમાં,જીવનો જન્મ સંબંધ બધાય
                        ………….કુદરતની લીલા જગતમાં.
એક નાનીભુલ જીવથી થતાં,દેહ અવનીએ મેળવાય
રાજા રંક કે કોઇ જીવથી,અવનીએ ના કદીય છોડાય
હાથમાં રાખી માળા નેજીભે,જગતચર્ચા ચાલતી જાય
ના તેનો કોઇ ભારમળે,કેના સાચીભક્તિ મનથી થાય
                           ………..કુદરતની લીલા જગતમાં.
ભક્તિપ્રેમનીલહેર નિરાળી,જીવથી સ્વર્ગસુખ મેળવાય
નામાયા કે મમતાનીકેડી મળે,કેના કોઇથી લોભાવાય
આજકાલની જો મળી લહેર તો,જીવ કળીયુગે ભટકાય
જલાસાંઇની કેડી મળે જો જીવને,દેહ ફરીના મેળવાય
                       …………..કુદરતની લીલા જગતમાં.

૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭