April 19th 2011

સંસ્કૃતિ સિંચન

                         સંસ્કૃતિ સિંચન

તાઃ૧૯/૪/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાડી આડી ના આવે તો,તો જીવન વેડફાઇ જાય
પૅન્ટ,લેંઘી મળી જાય તો,તો સન્નારી ના રહેવાય
                              …………સાડી આડી ના આવે તો.
લટકુ અટકે ને મટકું અટકે,જ્યાં સન્માનને સચવાય
પતિ પરમેશ્વર બની રહે,ત્યાંજ સાચી સંસ્કૃતિ દેખાય
સમય સમયને સાચવીચાલતા,વ્યાધીઓ ભાગીજાય
મળે શાંન્તિ મનને ત્યાં,જ્યાં સંસ્કારનું સિંચન દેવાય
                           …………..સાડી આડી ના આવે તો.
કૃપા પામવા વડીલની જગે,વંદન મનથી જ થાય
આશીર્વાદની સીડી મળતાં,જીવન ધન્ય થઈ જાય
દેખાવની કેડી દુર રાખતાંજ,નિર્મળતા વહેતી થાય
દેખાવ મુકતાં માળીયે,મળેલ જન્મસફળ થઈ જાય
                          …………..સાડી આડી ના આવે તો.

——————————————————

April 19th 2011

મીઠી નજર

                         

 

 

 

 

 

 

 

 

 

 

 

                             મીઠી નજર

તાઃ૧૯/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પડે નજર જ્યાં પ્રેમની દેહે,ત્યાં પાવન કર્મજ થાય
મળી જાય કૃપા પ્રભુની,જ્યાં મીઠી નજર પડી જાય
                     ………..પડે નજર જ્યાં પ્રેમની દેહે.
પ્રેમ પામવા જગમાં બધે,આ દેહ ચારે કોર લોભાય
અન્નની મળે કૃપા જગતમાં,સ્વાભીમાન ભાગી જાય
નશ્વર દેહની આ વ્યાધી મોટી,ના કોઇથી એ છોડાય
રાજા રંક કે સાધુ સંત દેહે,સૌનેય એ સ્પર્શી જ જાય
                    …………પડે નજર જ્યાં પ્રેમની દેહે.
પ્રભુપ્રેમની જ્યાં શક્તિમળે,નાદેહને કદી દુઃખ થાય
શ્રધ્ધારાખી દ્રષ્ટિ કરતાંજ,સૌ જગતમાં સમજી જાય
મળે પ્રેમની વર્ષાદેહને,ત્યાં સાર્થક જન્મ આ દેખાય
મીઠીનજર મહેંકાવે જીવનને,ના સૌથી એ મેળવાય
                   ………….પડે નજર જ્યાં પ્રેમની દેહે.

================================