April 26th 2011

આ મારો શોખ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   આ  મારો શોખ

તાઃ૨૬/૪/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કિર્તન ભક્તિ ભાવ,પકડ્યા સમજ એ શાણી
બાળપણે મારીપ્રીત કલાની,ઉંમર હતી જ્યાં નાની
                  ………….ભજન કિર્તન ભક્તિ ભાવ.
પ્રેમ મળ્યો મને માબાપનો,સંસ્કાર સિંચનને દેનારો
ભણતર એ જીવનનુ ચણતર,પિતાથીજ એ લેવાનું
માથી મળી લાગણીનીચાદર,શાણુ જીવન જીવવાને
પ્રેમ મળ્યો મિત્રોનો એવો,જગમાં રહેશે સૌ સંભાળી
                   …………ભજન કિર્તન ભક્તિ ભાવ.
પ્રેમની સાંકળ લાવી ખેંચી,ના મનમતીને સમજાય
ગીત સંગીતને સમયે લેતાં,શોખ મારો છે સચવાય
ગીતગુંજન એ બાળપણનું,આજે મનથી કાંઇ લખાય
મિત્રોની માયાને પ્રેમ મળતાં,હ્યુસ્ટન આખુ હરખાય
                  …………ભજન કિર્તન ભક્તિ ભાવ.

+++++++++++++++++++++++++++++++