April 25th 2011

સંભારણા

                                સંભારણા

તાઃ૨૫/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી યાદ મને ઉંમરે,જ્યાં મળ્યો તારો મને સાથ
જીવનની ઉંચી નીચી કેડીએ,તેં સદા દીધો સહવાસ
                           …………..આવી યાદ મને ઉંમરે.
સમય સાચવી ચાલતી હતી,પળપળ મને છે યાદ
સંતાનનો સહવાસ હતો તોય,રાખતી મારી સંભાળ
સવાર સાંજને સાચવી લેતી,કરતી તું મારી દરકાર
ભુલી શકુના આદેહથી તને,ઉજ્વળ કર્યા તેં ઘરબાર
                           ………….આવી યાદ મને ઉંમરે.
કદીકસુખ તો કદીકદુઃખ,તેં રાખી સદાય મારી લાજ
સંસ્કાર સાચવી રહી જીવનમાં,મળી ગઈ મને આજ
ભુલાય કદીક સંતાનવર્તને,નાભુલાય તારોએ સાથ
ખુશીના આંસુ આવે આંખે,ત્યાં આચુંદડી ઢંકાઇ જાય
                           ………….આવી યાદ મને ઉંમરે.

——————————————————