શાંન્તિ આવી
શાંન્તિ આવી
તાઃ૧૫/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પકડી લેતાં,પ્રેમ આવી ગયો અહીં
આધી વ્યાધી ભાગતાં અહીંથી,શાંન્તિજ મળીગઈ
.                   ……………..શીતળ સ્નેહને પકડી લેતાં.
કુદરતની આ કામંણલીલા,જીવનમાં ચાલતી અહીં
નિર્મળતાની સાંકળ મળતાં,જીંદગીપણ સુધરીગઈ
નામદામની કેડી છે વાંકી,અહીંથીજ  એ ભાગી ગઈ
રામનામની સાંકળને પકડતાં, સરળતા આવી ગઈ
                      …………….શીતળ સ્નેહને પકડી લેતાં.
લેખ લખેલા જીવના જગતમાં,કોઇનેય એ છોડે નહીં
સમજી વિચારી જીવન જીવતાં,મળશેજ શાંન્તિ ભઈ
સદગુણનો સહવાસ મેળવતા,સૌ રાજી થશે જ અહીં
જીવનની સાચી કેડીને લેતા,આ જન્મ સુધરશે ભઈ
                  ………………..શીતળ સ્નેહને પકડી લેતાં.
——————————————————————–