September 2nd 2012

સુંદરતાનો સંગ

.                .સુંદરતાનો સંગ

તાઃ૨/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાનો સાથ મળતાં,મને સાથ મળી ગયો ભઈ
કળીયુગના સંસારમાં હવે,નામાગણી મારીકોઇ રહી
..       …………….અરે ભઈ મને બધુ મળી ગયુ છે અહીં.
વરસે પ્રેમનીવર્ષા અહીંયા,ના જે એકલતાને સહેવાય
અપેક્ષાપહેલા માગણીસમજતાં,સરળતાએ મળી જાય
એક જ્યોત પ્રગટતાં પહેલાં,મારું જીવન પ્રસરી જાય
કૃપામળે પરમાત્માની દેહે,ત્યાં મળેલ દેહ સુંદર થાય
.                       ………………….સુંદરતાનો સાથ મળતાં.
મળે જ્યાં દેહને દેખાવ જગે,ત્યાં નાવ્યાધી કોઇ રહી
આંટાફેરા શરૂથતાં લોભીના,બધુ મફતમાંમળતું અહીં
લીપસ્ટીક લાલી લાગતાં મોંએ,ઘણી નજર પડી ગઈ
સહવાસ લેવા સુંદરતાનો,ચારેબાજુ ફરતા થયા અહીં
.                     …………………..સુંદરતાનો સાથ મળતાં.

+++++++++++++++++++++++++++++++++++++

 

September 2nd 2012

માતાનો પ્રેમ

.                    .માતાનો પ્રેમ

તાઃ૨/૯/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માતાનો પ્રેમ દેહને,જ્યાં જીવની પ્રકટે જ્યોત
સંસ્કાર એજ મુડી માતાની,ના મળે જ્યાં આવે ખોડ
.                 …………………મળે માતાનો પ્રેમ દેહને.
અવનીપરના આગમને જીવને,ના કળીયુગનો મોહ
સાચી શ્રધ્ધાએ માતાને,મળે કૃપા જલાસાંઇની રોજ
સંતાનને આપતાં સંસ્કારથી,મળીજાય માતાને પ્રેમ
નામાગણી રહે માબાપની,જ્યાં સંસ્કારી સિંચન હોય
.                …………………..મળે માતાનો પ્રેમ દેહને.
માતા એછે સંસ્કારની દોરી,ને પિતાછે જીવનની રાહ
મળે સંતાનને કૃપાપ્રભુની,જીવને દઈદે ઉજ્વળ દોર
મોહમાયાની ચાદર છુટતાં,જીવને પ્રેમ સૌના મળતા
આધારમળે જ્યાંઆંગણેઆવી,એ માબાપની કૃપાદોર
.                   ………………….મળે માતાનો પ્રેમ દેહને.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*