September 25th 2012

સંતોનો પ્રેમ

.                        .સંતોનો પ્રેમ

તાઃ૨૫/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમે પધારો સંત આંગણે,ઉજ્વળ કરવા જીવને મળેલ જન્મ
કે.પી.સ્વામીની કૃપાન્યારી,સાચીશ્રધ્ધાએ મળે ભક્તિનો રંગ
.                                …………………..પ્રેમે પધારો સંત આંગણે.
ભક્તિ સાચી મનથી કરતાં,કૃપા શ્રી સ્વામીનારાયણની થાય
પવિત્ર ભાવના સંગેરહેતાં,આજે સંત અમારે ઘેર આવી જાય
પ્રેમ કે.પી.સ્વામીનો અમો પર,આજે તેમના વર્તનથી દેખાય
આવ્યાં આંગણે પ્રભુ સંગે,એજ અમારી સાચી ભક્તિ કહેવાય
.                                …………………..પ્રેમે પધારો સંત આંગણે.
પંકજભાઇ પર પ્રેમ સ્વામીનો,ને નિશીતકુમાર પર આશીર્વાદ
જન્મસફળતાની કેડી જોતાં,નીલાબેન ને દીપલ પણ હરખાય
આશીર્વાદ સ્વામીના મળેઅંતરથી,મળેલ જન્મસફળકરીજાય
પ્રેમ સ્નેહને સંગે રાખી સંતો,જીવને અખંડ  શાંન્તિ આપી જાય
.                            ………………………પ્રેમે પધારો સંત આંગણે.
કુદરતની છે અપાર લીલા,જે સાચી પ્રભુ ભક્તિ એજ સહેવાય
માળાકરતાં મનથી પ્રભુની,મળેલ આજીવન નિર્મળ થતુ જાય
શરણું શ્રી સહજાનંદનું  લેતાં,માનવતાએ મન મારુય હરખાય
શીતળ સ્નેહી આશીર્વાદસંગે,આ માનવ જન્મસફળ થઈ જાય
.                              ……………………..પ્રેમે પધારો સંત આંગણે.
મળતાંપ્રેમ સંતોનો પંકજભાઇને,પારેખ પરિવાર ખુબ હરખાય
આવ્યા આજે સંત પ્રેમથી હ્યુસ્ટનમાં,એજ છે જીવની ઓળખાણ
મળે સદા આશીર્વાદ અંતરના,એ અમારી મનોકામના કહેવાય
સાથરાખતાં ભક્તિનોસંગ જીવે,અમારા ઘરના દ્વારપાવન થાય
.                            ……………………….પ્રેમે પધારો સંત આંગણે.

******************************************************************
.           .આજે અમારા દીકરા નિશીતને ઘેર હ્યુસ્ટનના સ્વામીનારાયણ મંદીરના સંત
પુજ્ય શ્રી કે.પી.સ્વામી પધાર્યા છે તે અમારા અહોભાગ્ય કહેવાય. તેઓ અમારે ત્યાં
આવી આ ઘરને પવિત્ર કર્યુ છે.તે માટે તેમનો આભાર અમો સૌ માનીએ છીએ.તેમના
આગમનની યાદ રૂપે આ કાવ્ય તેમને સપ્રેમ અર્પણ કરી વિનંતી કરીએ છીએ કે સદા
અમારા કુટુંબને સદા આશિર્વાદ આપી જીવનુ કલ્યાણ કરે.
લી.પંકજભાઇ પારેખ પરિવાર તરફથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી સ્વામીનારાયણ.

તાઃ૨૫/૯/૨૦૧૨                                 હ્યુસ્ટન.