September 12th 2012

શબ્દનો સાથ

.                    શબ્દનો સાથ

તાઃ૧૨/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં,કલમ પકડાઇ ગઈ
મળી ગઈ મનને મહેંફીલ,જે શાંન્તિ આપતી ગઈ
.            …………………શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
કલમ બને ત્યાં પ્રેમની સાંકળ,જ્યાં પ્રીત સાચી થઈ
મળી જાય છે મનને શાંન્તિ,અજબ કૃપા પ્રભુની થઈ
સાચોપ્રેમમળે સ્નેહીઓનો,જ્યાં હાથપકડી ચાલે સૌ
નામાગણીની કોઇ કેડી દેખાય,કે નારહે અપેક્ષા બહુ
.          …………………..શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
ઉજ્વલતાનીકેડી મળેજીવે,જ્યાં કલમધારી હરખાય
આંગળી પકડીને સંગે ચાલતાં,સાચી રાહ મળી જાય
બંધન પ્રેમના જીવને મળતાં,જન્મ સફળ પણ થાય
આજકાલની ન ચિંતા જીવને,સફળમાનવ થઈ જાય
.        …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
સ્નેહ પ્રેમનો સંગ મળતાં,જીવને આનંદ મળતો જાય
સંત જલાસાંઇની કૃપાએજીવને,સાચી રાહમળી જાય
આધીભાગે ને વ્યાધીઅટકે,એ જીવનીજ્યોતકહેવાય
કલમ શબ્દનો સંગ અનેરો,જે સમજે એજ માણી જાય
.        …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.

++++++++++++++++++++++++++++++++++++++++++