January 30th 2013

ઇદે મિલાદ

 

 

.

 

 

 

 

.                           . ઇદે મિલાદ

તાઃ૩૦/૧/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા પામવા પરવર દીગારની,પ્રેમથી પ્રાર્થના થાય
હાથ જોડીને અર્ચનાકરતાં,રહેમ અલ્લાની થઈ જાય
.            …………………કૃપા પામવા પરવર દીગારની.
શ્રધ્ધા રાખી આકાશે નિરખી,દુઆ મનથી છે મંગાય
અલ્લાની એક નજરે,જીવનમાં ઉજ્વળતામળી જાય
ધર્મ કર્મની ના આડી કેડી,કે નાકોઇ ભેદભાવ દેખાય
સરલતાની શિતળ કેડીએ,ઇદે મિલાદ સૌને કહેવાય
.             ………………..કૃપા પામવા પરવર દીગારની.
માનવતાની મહેંક ના સંગે,નાતજાતને ભુલી જવાય
હાથ જોડીને સ્નેહાળ ભાવે,શુભ ભાવનાએજ મળાય
મળે જીવને પ્રેમ અલ્લાનો,કે પરવર દીગારનો એક
જીવનમાં રાખી શ્રધ્ધા સાચી,જીવી રહ્યા જીવન નેક
.          ………………..  કૃપા પામવા પરવર દીગારની.

*******************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment