February 11th 2014

દીવાની જ્યોત

.                  દીવાની જ્યોત     

તાઃ૧૧/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જ્યાં દીવાની,આંખોને પ્રકાશ મળી જાય
અંધારૂ દુર થતા અવનીએ,માનવદેહ પણ હાલતો થાય
.                   ………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
કુદરતની છે કામણ લીલા,પ્રકાશ અંધકારથી ઓળખાય
અવનીપરનીસૃષ્ટિ અંધારામાં,ના કદી આંખોથી જોવાય
પ્રકાશનુ એકજ કિરણમળતાં,સમયનીસમજણ પડીજાય
નાતાકાત જગતમાં કોઇની,અવનીને ઉજાસ આપી જાય
.                …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
પ્રેમની જ્યોત છે અજબ નિરાળી,જે જીવન મહેંકાવી જાય
મળે જીવને પ્રેમ નિખાલસ,જીવને ઉજ્વળતા આપી જાય
ભક્તિજ્યોતને પકડી ચાલતા,જલાસાંઇની કૃપા થઇ જાય
આધીવ્યાધીને આંબે છે ભક્તિ,જે આજન્મ સફળ કરી જાય
.                 …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.

===================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment