November 7th 2014

કલમ પ્રેમીને ભેંટ

Krushna Dave

 

 

.

.

.

.

.

.                      કલમ પ્રેમીને ભેંટ

તાઃ૮/૧૧/૨૦૧૪                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનકેડી લઈ ચાલતા,જીવન ઉજ્વળ થઈ જાય
શ્રધ્ધા રાખી કલમ ચાલતા,કૃપાએ પવિત્ર રાહ મળી જાય
………..એવા કલમ ચાહક શ્રી કૃષ્ણભાઇ,દવે કુળને ઉજ્વળ કરી જાય.
મા સરસ્વતીની અસીમકૃપાએ,વાંસલડી ડૉટ કૉમ બની જાય
કલમકલમને સમજીચાલતા,વાંચનારને અનંત આનંદ થાય
શબ્દે શબ્દને સમજીને લખતા,ઉજ્વળ રાહ જીવને મળી જાય
અજબ શક્તિ છે કલમની જીવનમાં,જે મા કૃપાએજ  મેળવાય
……..પ્રેમ પારખી હ્યુસ્ટન આવતા,ગુજરાતી સાહિત્ય સર્જકો હરખાય.
ગઝલ ગીત ને કવિતાની રચનાએ,પવિત્ર કેડીને પકડી જાય
સાગર જેવડો સ્નેહ મળે જીવનમાં,જે લાયકાતે જ મેળવાય
અનંતકૃપા માતાની થતા,નિર્મળ વાંચકોનો પ્રેમ મળી જાય
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,સાથે અદમભાઈ પણ આવી જાય
……..એવા નિર્મળ સરસ્વતી સંતાનોને મળતા,પ્રદીપને આનંદ થાય

+++++++++++++++++++++++++++++++++++++++++++++
.               .હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી શ્રી કૃષ્ણભાઇ દવે અહીં પધાર્યા
અને  સૌ સરસ્વતી સંતાનોને તેમની રચના અને કલમની કેડીનો લાભ કરાવ્યો તે
પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  સહિત હ્યુસ્ટનની સાહિત્યસરીતા અને  કલમપ્રેમીઓની યાદ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment