પાવન જીવન
. . પાવન જીવન
તાઃ૨૭/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં સાચી રાહે જીવાય
અપેક્ષાના વાદળ તોડતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
દુઃખની દોરીતો સૌને જકડે,ઉજ્વળ રાહ પણ છુટી જાય
સુખનીએકજ અપેક્ષાએ,જીવનમાં અશાંન્તિ આપી જાય
પરમપ્રેમની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ સાચી ભક્તિ થાય મોહનીકેડી અંતરથી છુટતાં,જલાસાંઇની કૃપા થઈજાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
સુર્યદેવના આગમનથી અવની પર,સુપ્રભાત મળી જાય પ્રથમપુંજા સુર્યદેવનીકરતાં,જીવપરઅજબકૃપા થઈજાય પાવનદ્વારને ઉજ્વળ કરવા,,આંગણે આવીને અર્ચના થાય
મળી જાય જીવને પાવન જીવન,જે મુક્તિ માર્ગ દઈ જાય
……એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય. =========================================== =