February 6th 2016

સુર્યચંદ્ર

.                  . સુર્યચંદ્ર

તાઃ૬/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યચંદ્રની અજબ શક્તિ છે,જે જીવને પાવનરાહ આપી જાય
આગમન વિદાય એ જ્યોત દીવસની,જે સવાર સાંજ કહેવાય
…………અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સુર્યદેવનુ આગમન થતાં,અવનીપર પ્રભાત એને કહેવાય
પ્રભાત પારખી  ઉઠી જતાં,જગે દેહને સુર્ય સ્નાન મળી જાય
અજબ  શક્તિ છે એ દેવની,જે પ્રભાતે સ્નાનથીજ મેળવાય
ના દવા દુઆની જરૂર પડે દેહને.જે કુદરતની કૃપા કહેવાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સંધ્યાકાળની વિદાય થતાં,ચંદ્રદેવનુ આગમન આકાશેથાય
પ્રકાશ પામતા ચંદ્રદેવનો, જીવનમાં શીતળતા આપી જાય
પરકૃપાળુની આ બલિહારી,દીવસ રાતથીજ ઓળખાઈ જાય
મળે કૃપા સુર્યચંદ્રની જીવને,જે પ્રત્યક્ષ દર્શનથીજ મળી જાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.

=======================================